Aapnu Gujarat
મનોરંજન

અક્ષય સાથે રોલ કરીને મૌની રોય ખુશ

રીમા કાગતીની ફિલ્મ ગોલ્ડનુ શુટિંગ આખરે પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યા બાદ ફિલ્મના કલાકારો રાહત અનુભવ કરી રહ્યા છે. અક્ષય કુમારે રવિવારના દિવસે જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. અક્ષય કુમારે એક વિડિયો શેયર કરીને કેટલીક માહિતી આપી છે. વિડિયોમાં અક્ષય કુમાર સાદા વસ્ત્રોમાં નજરે પડે છે. ફોટોની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે એક સારી શરૂઆત થયા બાદ હવે શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. અક્ષય કુમારે કહ્યુ છે કે શાનદાર ટીમની સાથે હવે યાત્રા પૂર્ણ કરી લેવામાં આવી છે. ગોલ્ડ રીમા કાગતી દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત છે. ગોલ્ડ ફિલ્મ મારફતે ટીવી સિરિયલમાં કામ કરી રહેલી અભિનેત્રી મૌની રોય બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. મૌની રોયની આ પ્રથમ બોલિવુડ ફિલ્મ હોવાના કારણે તમામ તૈયારી તેના દ્વારા કરી લેવામાં આવી છે. મૌની બોલિવુડમાં શાનદાર કેરિયરને લઇને આશાવાદી છે. આ ફિલ્મ વર્ષ ૧૯૪૮માં લંડનમાં ૧૪મી ઓલિમ્પિક રમતમાં પ્રથમ ઓલિમ્પિક ચન્દ્રક જીતવા પર આધારિત છે. ફિલ્મની રજૂઆતને લઇને ચર્ચા છે ત્યારે ફિલ્મના નિર્માતા નિર્દેશકોએ કહ્યુ છે કે આ ફિલ્મને વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. અક્ષય કુમાર બોલિવુડમાં હજુ પણ સૌથી માંગ ધરાવતા અભિનેતા પૈકી એક તરીકે રહ્યો છે. તેની પાસે સતત સારી ફિલ્મ આવી રહી છે. ટોઇલેટ એક પ્રેમ કથા તેની સારી ફિલ્મ હતી. જેમાં સમાજને ખાસ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અક્ષય કુમાર ફરી કોમેડી ફિલ્મ કરવા માટે પણ હવે ઇચ્છુક છે.

Related posts

Bhojpuri singer and actor Khesari Lal Yadav, says ‘People of the industry will make me another Sushant’

aapnugujarat

कबीर सिंह को लेकर शाहिद कपूर पर भड़कीं सोना महापात्रा

aapnugujarat

कंगना को पुलिस ने भेजा समन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1