Aapnu Gujarat
બિઝનેસ

જીએસટીને કારણે ડેનિમ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીમાં વધારો

ડેનિમ ઈન્ડસ્ટ્રી વર્તમાન સમયમાં વધારે ઉત્પાદન ક્ષમતાની સામે ઝઝૂમી રહી છે. વિતેલા પાંચ વર્ષોમાં તેની ક્ષમતા ૯૦ ટકા વધી છે તેના કારણે નવી મિલો પર સંકટ વધી ગયુ છે. ગુજરાત અને રાજસ્થાનમાં ઈન્સેટિવ મળવાથી ક્ષમતાનો ઝડપથી વિસ્તાર થયો, પરંતુ ડિમાન્ડ એટલી નથી વધી. મિલોમાં તેની ક્ષમતાનુ ૬૦-૭૦ ટકા ઉત્પાદન થઈ રહ્યુ છે. સ્થાનિક બજારમાં માંગ વધારે વધવાની આશા નથી. આ માટે ઈન્ડસ્ટ્રીએ નિકાસ ઈન્સેટિવ વધારવાની માંગ કરી છે. ડેનિમ ઉત્પાદકોના સંગઠન ડીએમએના ચેરમેન શરદ જયપુરિયાએ જણાવ્યુ છે કે જીએસટી પછી ઈન્ડસ્ટ્રીની ૩૦-૪૦ ટકા ક્ષમતા બંધ પડી છે. આજ પરિસ્થિતિ રહી તો લાગે છે કે આગળ જતા ઉત્પાદન વધારે ઘટાડવુ પડશે. આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાનુ કહેવુ છે કે નજીકના ભવિષ્યમાં માર્કેટમાં રિકવરીની આશા નથી. સ્થાનિક બજારમાં દર વર્ષે ૭૫-૮૦ કરોડ મીટરની ડેનિમ ફ્રેબિકની ખપત થાય છે. દર વર્ષે અંદાજે ૨૦ કરોડ મીટરની નિકાસ થાય છે. ૨૦૧૬-૧૭ માં ૩૧.૬ કરોડ ડોલરની ડેનિમની નિકાસ થઈ. તેમાં ૨૦૧૪-૧૫ ની ૩૫.૫ કરોડ ડોલરની સરખામણીએ ૧૧ ટકા ઘટાડો થયો છે.

Related posts

સીપીઆઈ-ડબલ્યુપીઆઈ ફુગાવો વધુ વધવાના સંકેત

aapnugujarat

જુલાઈમાં આઇઆઇપી વૃદ્ધિ ઘટીને ૧.૨%ઃ મેન્યુફેક્ચરિંગ ઠપ

aapnugujarat

ફોર્ચ્યુને દુનિયાના ૫૦ મહાન લીડર્સમાં અદાર પૂનાવાલાને સ્થાન આપ્યું

editor

Leave a Comment

UA-96247877-1