Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી ડ્યુટી પર કુલ ૬૦૦ અર્ધલશ્કરી દળની કંપનીઓ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે ચૂંટણી ફરજ પર ૬૦૦ અર્ધલશ્કરી દળની કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. ચૂંટણી ફરજ પર તૈનાત થવા માટે કેન્દ્રિય અર્ધલશ્કરી દળની ૬૦૦ કંપનીઓ પહોંચી ગઇ છે. જેમાં ૬૦૦૦૦ જવાનો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્ય અને કેન્દ્રિય દળો વચ્ચે જોરદાર સંકલનની ખાતરી કરવા માટે પણ પગલા લેવામા ંઆવીચુક્યા છે. આઇજી ગુજરાત ફ્રન્ટિયર અજય તોમરે માહિતી આપતા કહ્યુ છે કે અમે એક ઇલેક્શન સેલની રચના કરી દીધી છે. જે લોજિસ્ટિક સપોર્ટ અને અન્ય સહાય આપશે. રાજ્ય પોલીસ સાથે સંકલન કરીને તમામની ગૌઠવણ કરવામાં આવી રહી છે. તમામને યોગ્ય ભૂમિકા સોંપવામાં આવી રહી છે. કેન્દ્રિય દળો ઉપરાંત ૮૦૦૦૦ રાજ્ય પોલીસના જવાનો સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સના જવાનો પણ ગોઠવી દેવામાં આવનાર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તોમરે કહ્યુ હતુ કે સીઇસી એકે જોતી સાથે વાતચીત કર્યા બાદ વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે. રાજ્યની દરિયાઇ સરહદ અને જમીન સરહદ પર સુર૭ા મજબુત કરવામાં આવી રહી છે. તેમણે માહિતી આપતા કહ્યુ છે કે ક્રિક વિસ્તાર સહિત પાકિસ્તાન પર આવેલા સરહદી જિલ્લામાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કચ્છના ક્રિક વિસ્તારમાં બીએસએફ મરીન યુનિટે તકેદારી વધુ તીવ્ર બનાવી દીધી છે. છેલ્લા વર્ષમાં અમે ૩૭ પાકિસ્તાની બોટ અને ૪૧ પાકિસ્તાની માછીમારોને પકડી લીધા છે. જેમાં ક્રિક વિસ્તારમાં પકડાયેલા માછીમારો સામેલ છે. ભારતીય દરિયામાં પાકિસ્તાની માછીમારોની ઘુસણખોરીને રોકવા માટે કઠોર વલણ અપનાવવામાં આવ્યુ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જેમાં નવ અને ૧૪મીનો સમાવેશ થાય છે.

Related posts

जेलों में सुरंग का पता लगाने के लिए लगाया जाएगा सेंसर सिस्टम

aapnugujarat

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા નારી સંરક્ષણ કેન્દ્ર શરૂ કરવા માંગ

editor

કાંકરેજ તાલુકાના વડા બનાસ નદીનાં પટમાંથી નીલ ગાયની હત્યાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1