Aapnu Gujarat
બિઝનેસ

આગામી એક-બે વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થશે

ઘરની ખરીદી કરનારાઓ માટે અચ્છે દિન આવી રહ્યા છે. એપાર્ટમેન્ટ તૈયાર થઈ ગયા પછી એક વર્ષમાં તેનું વેચાણ કરવાનું સરકાર ફરજિયાત બનાવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્યુપેન્સી સર્ટિફિકેટ (ઓસી) મળ્યાના એક વર્ષમાં બિલ્ડર ફલેટનું વેચાણ નહીં કરે તો તેને કુલ મુલ્યના ૧૦ ટકા રકમ વેરા તરીકે આકવેરા વિભાગને ચુકવવી પડશે.દેશમાં હાલમાં ૪.૫ લાખ ફલેટ વેચાયા વિનાના છે અને બિલ્ડરો માટે હવે આ ફલેટનું વહેલામાં વહેલા વેચાણ કરવું જરૂરી બનશે. તેનાથી ફલેટની કિંમતમાં હજી વધારો ઘટાડો થશે તેમ મનાય છે. અન્ય એક નિષ્ણાતે જણાવ્યું હતું કે સરકારના આ પગલાંથી બિલ્ડરો મુશ્કેલીમાં મુકાનાર છે, પરંતુ ઘરની ખરીદી કરનારાઓ માટે આ એક સારા સમાચાર છે. કારણ કે બિલ્ડર હવે ગમે તેમ પ્રોજેક્ટની વેચાણ કરવાની પેરવીમાં રહેશે. આથી આગામી એક-બે વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.આ પગલાં પાછળ ઘરની ખરીદી માટે અસમર્થ લોકો આ અંગેનું સપનું સાકાર કરી શકે તે માટે ફલેટની કિંમત ઓછી કરવાનો સરકારનો આશય છે. બિલ્ડર બાજુ ઊંચા ભાવની આશાએ ફલેટનું વેચાણ ધીમે ધીમે કરે છે અને બીજી બાજુ ખરીદનારાઓ ઊંચા ભાવને લીધે તેની ખરીદી કરવાનું ટાળે છે. આ કારણે નહીં વેચાયેલા ફલેટની સંખ્યામાં વધારો થાય છે.સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બિલ્ડરને નહીં વેચાયેલા ફલેટ માટે રેન્ટલ વેલ્યુના ૩૦ ટકા જેટલો વેરો ચુકવવો પડશે. જ્યારે ફલેટ વધારે સમય સુધી ન વેચાય તો તેની કુલ કિંમતના ૧૦ ટકા વેરો ભરવો પડશે.

Related posts

3% drop in total sales of Mahindra & Mahindra in May 2019

aapnugujarat

ઉનાળામાં આઇસક્રીમની કિંમતોમાં થશે વધારો

aapnugujarat

मानसिक बीमारियों को भी कवर करेंगी इश्योरेंस कंपनियां

aapnugujarat

Leave a Comment

UA-96247877-1