Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઘર કે બહાર મહિલા હંમેશા હોય છે વર્કિંગ વુમન : ઈવાંકા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકાએ હૈદરાબાદમાં યોજાયેલા વૈશ્વિક સાહસિકતા સંમેલન ૨૦૧૭ના બીજા દિવસે એક ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું છે કે મહિલા ઘર કે બહાર કામ કરે તે હંમેશા વર્કિંગ વુમન જ હોય છે. ઈવાંકાએ આ સાથે પુરુષોને પણ જાતિય ભેદભાવ એટલે કે જેન્ડર ગેપનો અંત લાવવામાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો છે.
ઈવાંકાએ કહ્યું હતું કે આ માત્ર મહિલાઓના જ મુદ્દા નથી. અમારી પણ અડધી વસતિ છે. આથી વિશ્વએ આ મુદ્દાને ગંભીરતાથી સમજવો જોઈએ. આ ચર્ચામાં ઈવાંકા ટ્રમ્પ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચર અને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરના પત્ની ચેરી બ્લેર પણ ઉપસ્થિત રહ્યા હતાં. ઈવાંકાએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જાતિય સમાનતા માત્ર સામાજિક જવાબદારી જ નથી, પરંતુ બિઝનેસ માટે તે ખુબ મહત્વ ધરાવે છે. ટેકનિકથી ભારે પરિવર્તન આવે છે અને મહિલાઓ માટે ખુબ જ તકો પૂરી પાડે છે. આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચરે જણાવ્યું હતું કે ભારતમાં જાતિય સમાનતા માટે ખુબ જ કામ થઈ રહ્યું છે. દેશમાં મહિલાઓને આગળ વધવા માટે તમામ તકો મળે છે.
ભારત સિવાય વિશ્વમાં એવો એકેય દેશ નથી કે જ્યાં બેકિંગ ક્ષેત્રમાં ૪૦ ટકા મહિલા નેતૃત્વ પૂરું પાડે છે. ફાઉન્ડેશન ફોર વુમનના સ્થાપક ચેરી બ્લેરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મહિલાઓને ૩સીની ભારે જરૂર હોય છે. આ ત્રણ સી છે કોન્ફિડન્સ, કેપેબિલિટી અને કેપિટલ. આ સાથે પુરુષોએ પણ સમજવું પડશે કે મહિલાઓ તેમની સમકક્ષ થાય.

Related posts

More than 1 Millions of people in Hong Kong land on streets against extradition bills

aapnugujarat

વિશ્વમાં કોરોના મહામારીએ ૩૮.૬ લાખ લોકોનો લીધો ભોગ

editor

Floods in Japan; 34 died, many injured

editor

Leave a Comment

UA-96247877-1