Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ક્રિસમસને રક્તરંજિત કરવાની આઇએસે અમેરિકાને આપી ખુલ્લી ધમકી

આતંકવાદી સંગઠન આઇએસે કેટલીક એવી ઈમેજ શેર કરી છે, જેનાથી અમેરિકા ચિંતામાં આવી ગયું છે. આઇએસે કેટલાક ધમકીભર્યા ઈમેજ શેર કર્યા છે, જેમાં ન્યૂયોર્કમાં ક્રિસમસ દરમિયાન આતંકી હુમલો થશે તેવી ધમકી આપવામા આવી છે. આ ઈમેજ ઓનલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ અલગ જગ્યાની તસવીરો છે. જાહેર કરવામાં આવેલી ઈમેજિસમા સાન્તા ક્લોઝ કોઈ બિલ્ડિંગની છત પર ઉભો છે, તો તેની બાજુમા વિસ્ફોટક ભરેલું બોક્સ છે. જ્યારે સામેની તરફ ટાઇમ્સ સ્ક્વેરમાં લોકોની ભીડ નજરે પડે છે. એટલું જ નહીં, આ પોસ્ટરમાં ‘આપણે ક્રિસમસ દરમિયાન ન્યૂયોર્કમાં મળીશુંપ ટૂંક સમયમાં’ તેવું લખાયેલું છે.
આઇએસ પ્રોપગન્ડામાં ક્રિસમસ દરમિયાન ન્યૂયોર્કમાં હુમલો કરવાના સંકેત આપ્યા છે. ઓનલાઇન પ્રોપગન્ડામાં યુરોપમાં ક્રિસમસ માર્કેટમાં આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી છે. યુરોપમાં ક્રિસમસ દરમિયાન હુમલાની ધમકી માટે આ પ્રકારની ઇમેજનો ઉપયોગ પહેલાં પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમના દેશોમાં ક્રિસમસની શાનદાર ઉજવણી થતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમના દેશોમાં આતંકવાદી હુમલા વધી રહ્યા છે, ત્યારે હવે ક્રિસમસની ઉજવણી પર ડર ફેલાયો છે.આ પ્રકારની સ્ટઈલથી આઇએસે ગત વર્ષે પણ ઈમેજ મોકલી હતી અને હુમલો કર્યો હતો. જેમાં આઇએસે ટ્રેઇન કરેલા અને ટ્યુનિશિયનના આશ્રયવાસી અનિસ અમરીએ બર્લિનના ક્રિસમસ માર્કેટમાં ૧૯ ડિસેમ્બરના રોજ ભીડમાં ટ્રક નીચે લોકોને કચડી નાખ્યા હતા. આ હુમલામાં અંદાજિત ડઝન લોકોના મોત થયા હતા અને ૫૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોર ડ્રાઇવર પણ ભાગતી વખતે ગોળીમારમાં માર્યો ગયો હતો.

Related posts

‘Nation of Terror’ Iran has made attacks on Tanker : Trump

aapnugujarat

फिलीपींस में भूकंप के तेज झटके

aapnugujarat

Iran responsible for fresh attacks on 2 oil tankers in Gulf of Oman: US blames

aapnugujarat

Leave a Comment

UA-96247877-1