Aapnu Gujarat
રમતગમત

પ્લેયર્સને આરામ બાદ કોહલીએ વેતન વધારવાનો મુદ્દો ઉઠાવ્યો

ક્રિકેટના વ્યસ્ત શિડ્યૂલને લઈને તૈયારીની તક ના મળતી હોવા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હવે પ્લેયર્સને કમાણીમાંથી વધુ હિસ્સો આપવાની માગ કરી છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ સપ્તાહે વિરાટ કોહલીએ બોર્ડની કમાણીમાંથી પ્લેયર્સને આપવામાં આવતો હિસ્સો વધારવાની માગ કરી હતી. ટીમ ઈન્ડિયાના ટોચના પ્લેયર્સની વાર્ષિક કમાણી આ વર્ષે બમણા વધારા સાથે ૩ લાખ ડોલર એટલે લગભગ ૨૦ કરોડ રૂપિયા થઈ છે.શુક્રવારે દિલ્હીમાં બીસીસીઆઈ સાથે થનારી ટીમ ઈન્ડિયાની બેઠક દરમિયાન પ્લેયર્સ તરફથી વેતનમાં વધારાનો મુદ્દો ઉઠાવવવામાં આવે તેવી શક્યતા છે. બોર્ડે સપ્ટેમ્બરમાં ટેલિવિઝન પ્રસારણ હકને લઈને મોટો સોદો કર્યો છે. મીડિયા મુઘલ ગણાતા રૂપર્ટ મર્ડોકના સ્ટાર ઈન્ડિયા ચેનલ સાથે ૨૦૧૮થી લઈને ૨૦૨૨ સુધી આઈપીએલના પ્રસારણ કરવા બીસીસીઆઈએ કરાર કર્યા છે. જેને પગલે ચેનલ તરફથી બીસીસીઆઈને ૨.૫ અબજ ડોલરની રમક મળશે.ટીમ ઈન્ડિયાના પ્લેયર્સનો કોન્ટ્રાક્ટ ૩૦ સપ્ટેમ્બરના સમાપ્ત થયો છે. જેને પગલે નવા કોન્ટ્રાક્ટમાં પ્લેયર્સના પગાર અને ભથ્થામાં વધારો કરવા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.એક સિનિયર બોર્ડ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, પ્લેયર્સ સેલેરીમાં વધારો ઈચ્છે છે અને કેપ્ટન કોહલી સહિત પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમજ કોચ શાસ્ત્રી બોર્ડ સમક્ષ આ મુદ્દો ઉઠાવી શકે છે. ત્રણેય બીસીસીઆઈના સંચાલક વિનોદ રાયને મળીને પગાર વધારો તેમજ ચુસ્ત શિડ્યૂલને લઈને વાતચીત કરશે.

Related posts

सौरभ वर्मा ने वियतनाम ओपन का खिताब जीता

aapnugujarat

ऑस्ट्रेलिया ने बांग्लादेश को 48 रनों से हराया

aapnugujarat

न्यूट्रल अंपायर अभी भी टेस्ट क्रिकेट के लिए सर्वश्रेष्ठ : MCC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1