Aapnu Gujarat
મનોરંજન

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કૈટરીના કૈફને મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી રહી છે તે હાલમાં બે ખાન સાથે કામ કરી રહી છે જે પૈકી એક સલમાન ખાન સાથે ટાઇગર ઝિંદા હે અને બીજી ફિલ્મ આમિર ખાન સાથે ઠગ્સ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. કેટરીના આમિર ખાન સાથે રોલ મળતા ભારે ખુશ દેખાઇ રહી છે. તેની કેરિયરમાં આ ફિલ્મોથી ફરી જોરજાર તેજી આવી શકે છે. બન્ને ફિલ્મોના શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ મોટી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માટે આમિર ખાનની સાથે કૈટરીના કૈફની પસંદગી કરવામાં આવી ચુકી છે. છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રીને લઇને ચર્ચા ચાલી રહી હતી. ટોપ ક્લાસ અભિનેત્રીને લઇને આ ફિલ્મ બનાવવામાં આવનાર છે. ફિલ્મમાં અભિનેત્રીના નામને લઇને કેટલાક નામ પર ચર્ચા થઇ હતી જેમાં આલિયા ભટ્ટ, વાણી કપુર અને દિપિકાનો પણ સમાવેશ થાય છે. આખરે કૈટરીના કૈફે બાજી મારી લીધી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ યાદગાર ભૂમિકા રહેશે. સાથે સાથે ફતિમા સના શેખનો પણ સમાવેશ થાય છે. યશરાજ ફિલ્મ પ્રોડક્શન હોવાના કારણે ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા પહેલાથી જ દેખાઇ રહી છે. ધુમ-૩માં આમીર અને કૈટરીના કૈફની જોડી ચમકી હતી. આ ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ધુમ-૩ ફિલ્મનુ નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. કેટરીના કેફ હાલમાં ટાઇગર ઝિંદા હેના શુટિંગના ભાગરૂપે અબુધાબીમાં છે. તે સલમાન ખાન સાથે આ ફિલ્મમાં કામ કરી રહી છે.
કૈટરીના કૈફની ફિલ્મી કેરિયરને ફરી ટ્રેક પર લાવવાના પ્રયાસ સલમાન ખાન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.જ્યારે કૈટરીના કૈફની ફિલ્મો હાલમાં ફ્લોપ સાબિત થઇ રહી છે. હવે સલમાન અને આમિર ખાનની સાથે તેને ફિલ્મ મળતા કેરિયરમાં તેજી આવશે.

Related posts

અક્સર -૨ ફિલ્મમાં ઝરીન ખાન સેક્સી ભૂમિકામાં હશે

aapnugujarat

બાળકોને આનંદ આવે એવી ફિલ્મ કરીશ : સોનાક્ષી સિંહા

aapnugujarat

આવતા વર્ષે અજયની કોમેડી ફિલ્મ આવશે

editor

Leave a Comment

UA-96247877-1