Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનની શાળામાં સાયબર બુલિંગમાં ૪૦ ટકાનો વધારો

બ્રિટનની શાળાઓમાં સાયબર બુલિંગ ( સાયબર ધાકધમકી )માં ધરખમ વધારો એક વર્ષમાં નોંધાયો છે. છેલ્લા ૧૨ મહિનામાં આ પ્રકારના બનાવોમાં ૩૭ ટકાનો વધારો થયો છે. ટેક્નોલોજીકલી ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ ફેક પ્રોફાઇલ બનાવીને એકબીજાને મેસેજ મોકલવાની સ્થિતિ ગંભીર બની રહી છે.
જો કે સાયબર બુલિંગ સામે શિક્ષકો લાચાર લાગે છે. દસમાંથી ચાર શિક્ષકો માને છે કે તેઓએ ક્લાસરૂમમાં ઓન લાઇન બુલિંગ સાથે કઇ રીતે કામ પાર પાડવું એ સમજી શકતા નથી. તેઓ માને છે કે વેબ ઉપરની વિદ્યાર્થીઓની વર્તણૂક સૌથી મોટી ચિંતાનો વિષય છે.આમ છતાં ત્રીજા ભાગના શિક્ષકોને વિશ્વાસ નથી કે તેઓના એક પણ વિદ્યાર્થીને ઓનલાઇન ધાકધમકી મળી હોય ! હવે વિદ્યાર્થીઓ એટલા ટેકનોસેવી બની ગયા છે કે તેઓ શિક્ષકની સામે વર્ગખંડમાં બેસીને જરાય શંકા ન આવે એ રીતે સાથી વિદ્યાર્થીઓને સંદેશા મોકલે છે અને એ પણ ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઊભી કરીને !આ રીતે ફેક પ્રોફાઇલથી સાથીઓને રંજાડવાનો ટ્રેન્ડ ચિંતાજનક હોવાનું કેટલાક શિક્ષકો માને છે. આ માટે યુનિવર્સિટી ઓફ બકંગહામના સાયકોલોજીસ્ટ ડો. માસા પોપાવેક અને સર જોન કાસ્સ ફાઉન્ડેશને ૧૩-૧૮ વર્ષની વયના ૩૨૦ ટીનેજરો અને તેમના માબાપોમાંથી ૧૩૦ના ઇન્ટરવ્યૂ કરીને કરેલા સરવેમાં આ તારણ બહાર આવ્યું હતું.

Related posts

નો.કોરિયાના કિમ જોંગનું રોકેટ સાઇટના પુનઃનિર્માણનું પગલુ નિરાશાજનકઃ ટ્રમ્પ

aapnugujarat

કેનેડામાં રોજગારી, હાઉસિંગની ભારે અછત

aapnugujarat

ઉત્તર કોરિયાએ ખતરનાક પરમાણુ શસ્ત્રો બનાવ્યા, ઘણી મિસાઈલો લોન્ચ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1