Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દેશમાં ઇસ્લામિક બેંક લાવવા માટેની દરખાસ્ત નામંજુર થઇ

એક મોટા પગલારુપે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં ઇસ્લામિક બેંક લાવવા માટેની દરખાસ્તને સ્વીકાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રિઝર્વ બેંકે આ મુજબની પ્રતિક્રિયા આપી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, તમામ નાગરિકોને બેંકિંગ અને અન્ય નાણાંકીય સેવાઓની વિસ્તૃત અને એક સમાન તકની સુવિધાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે, ઇસ્લામિક બેંક લાવવા પાછળ કોઇ હેતુ નથી. દેશમાં તમામ નાગરિકોને એક સમાનરીતે બેંકિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી ચુકી છે. બીજી બાજુ ઇસ્લામિક અથવા તો સરિયા બેંકિંગ એવી નાણાંકીય વ્યવસ્થા છે જે જુદા સિદ્ધાંત પર આધારિત છે. આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ઇસ્લામિક બેંક લાવવાના મુદ્દાને લઇને રિઝર્વ બેંક અને સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી ચુકી છે. તમામ નાગરિકોને બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ વિસ્તૃત અને સમાનરીતે ઉપલબ્ધ થાય તે માટે પ્રસ્તાવને આગળ નહીં વધારવાનો નિર્ણય કરાયો છે. આરબીઆઈ પાસેથી દેશમાં ઇસ્લામિક અથવા તો વ્યાજમુક્ત બેંકિંગ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાના સંદર્ભમાં માહિતી માંગવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ પરિવારોને વ્યાપક નાણાંકીય મામલાઓમાં સામલે કરવાના હેતુસર ૨૮મી ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે રાષ્ટ્રીય મિશન જનધન યોજનાની શરૂઆતક કરી હતી. ૨૦૦૮ના અંત આરબીઆઈના તત્કાલિકન ગવર્નર રઘુરામ રાજનના નેતૃત્વમાં નાણાંકીય ક્ષેત્રમાં સુધારાને લઇને એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટિએ દેશમાં વ્યાજમુક્તિ બેંકિંગ વ્યવસ્થાના મુદ્દા ઉપર ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.

Related posts

શાકભાજીની કિંમત વધી : રિટેલ ફુગાવો વધી ૩.૩૬ ટકા નોંધાયો

aapnugujarat

રેવાડી ગેંગ રેપ : ૩ આરોપીની ધરપકડ, બે હજુ પણ ફરાર

aapnugujarat

મમતા બેનર્જીનો સૂર્યાસ્ત હવે થઇ રહ્યો છે : મમતા બેનર્જીના ગઢ બંગાળમાં મોદી આક્રમક મૂડમાં રહ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1