Aapnu Gujarat
બિઝનેસ

એરએશિયા તરફથી ભારતમાં યાત્રા માટે માત્ર ૯૯ રૂપિયાના બેઝ ભાડાની ઓફર

મલેશિયાની એરલાઇન્સ એર એશિયાએ આજે ડિસ્કાઉન્ટ સેલની જાહેરાત કરી હતી. એર એશિયાએ ભારતમાં સ્થાનિક યાત્રા માટે બે ભાડા કિંમત ૯૯ રૂપિયા રાખી છે જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ૪૪૪ રૂપિયા બેઝ ભાડાની ઓફર કરી છે. આ ઓફર મર્યાદિત સમય માટે છે. બીજી બાજુ આ ઓફર હેઠળ પ્રવાસનો સમય ગાળો મે ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ વચ્ચનો છે. આ પ્રવાસ માટે બુકિંગ આજે શરૂ થઇ જતાં આને લઇને ઉત્સુકતા જોવા મળી હતી. એર એશિયાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, હવે ૯૯ રૂપિયામાં બેઝ ભાડાની સાથે સ્થાનિક યાત્રા કરી શકાય છે જ્યારે ઇન્ટરનેશનલ પ્રવાસ માટે ૪૪૪ રૂપિયા બેઝ ભાડા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે લોકો એવા સમયમાં કોલકાતાથી મલેશિયાની બહાર પ્રવાસ કરવા ઇચ્છુક છે તેમના માટે બેઝ ભાડા શૂન્ય રૂપિયા રાખવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રવાસ માટે યાત્રીઓને માત્ર ટેક્સની રકમ ચુકવવાની રહેશે. બેઝ ભાડા ઉપરાંત યાત્રીઓને ફ્યુઅલ સરચાર્જ, એરપોર્ટ ફી, ટેક્સ અને અન્ય કેટલીક ચીજો આપવાની જરૂર રહે છે. એર એશિયા ઇન્ડિયાના એમડી અને સીઈઓ અમર અબરોલે કહ્યું છે કે, હજુ સુધી સૌથી ઓછા બેઝ ભાડા રાખવાની બાબત પ્રમોશનના હિસ્સા તરીકે હતી. આનાથી એવા લોકોને ફાયદો થશે જે મે ૨૦૧૮ બાદ ફરવાની યોજના ધરાવે છે. એર એશિયા ઇન્ડિયામાં એર એશિયા અને તાતા સન્સની ૫૧-૪૯ ટકા હિસ્સેદારી છે. કંપની તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઓફરનો લાભ લેવા માટે સીટ બુકિંગ કરાવવા માટે રાત્રે ૯.૩૦થી ૧૯મી નવેમ્બર સુધી બુકિંગ ચાલશે.

Related posts

ऑटो उपकरण कारोबार में 10 फीसदी की गिरावट

aapnugujarat

FPI ने अगस्त महीने में घरेलू पूंजी बाजार से 8,319 करोड़ की शुद्ध निकासी की

aapnugujarat

Paytm to invest Rs 250 cr in 2019 for expansion of Paytm QR in tier IV and V towns

aapnugujarat

Leave a Comment

UA-96247877-1