Aapnu Gujarat
બિઝનેસ

…..તો પેટ્રોલની કિંમત થઈ જશે ૮૦ રૂ. પ્રતિ લિટર !

પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓછી થવાની રાહ જોઈ રહેલા લોકોને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે બહુ જલ્દી પેટ્રોલની કિંમત ઘટવાને બદલે વધવાની છે. એક રિપોર્ટ પ્રમાણે પેટ્રોલની કિંમત ૮૦ રૂ. પ્રતિ લિટરથી વધી શકે છે. આ સિવાય ડીઝલની કિંમતમાં પણ આગ લાગી શકે છે અને એની કિંમત ૬૫ રૂ. પ્રતિ લિટર સુધી પહોંચવાની સંભાવના છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત પોતાના ૨ વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. ૨૦૧૫ પછી પહેલીવાર કાચા તેલની કિંમત ૬૨ ડોલર પ્રતિ બેરલ કરતા વધી ગઈ છે. આ સિવાય હાલમાં જ સરકારે ઘરવપરાશના ગેસની કિંમતમાં પણ વધારો કર્યો છે. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે લોકોએ ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવા તૈયાર થવું પડશે.
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતમાંથી સામાન્ય લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, આ ઘટાડો પણ હવે કામમાં નથી આવી રહ્યો અને પેટ્રોલ ડીઝલની કિંમત ફરી ૧ મહિનાની ટોચે પહોંચી ગયો છે. ૧ મહિના પહેલા દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૦ રૂપિયા પ્રતિ લિટર હતી ત્યારે સરકારે એક્સાઈઝડમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી હતી, પરંતુ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ફરીથી ૭૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે.હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં આવેલી તેજીને કારણે દેશમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. વિતેલા સપ્તાહે ભારતીય બાસ્કેટ માટે ક્રૂડ ઓઈલની કિંમત ૬૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી જે ૨૭ મહિનામાં સૌથી વધારે છે.

Related posts

૨૦૩૦ સુધી ભારત સહિત ૧૦ દેશો અમેરિકાને પછાડી દેશે

aapnugujarat

સેન્સેક્સમાં ૧૩૭ પોઇન્ટનો સુધારો

aapnugujarat

રેપો રેટ યથાવત્‌ : જીડીપી અનુમાન ઘટાડી ૯.૫ ટકા રખાયું

editor

Leave a Comment

UA-96247877-1