Aapnu Gujarat
બિઝનેસ

રેસ્ટોરન્ટ અને સ્મોલ બિઝનેસ માટે જીએસટી કાપની માંગણી

જીએસટીને લઇને કેટલાક સ્તરે હોબાળો મચેલો છે ત્યારે હવે રેસ્ટોરન્ટ અને નાના કારોબારીઓ માટે જીએસટીમાં કાપ મુકવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરુપે સેલ્ફ સર્વિસ ભોજનાલય અથવા તો રેસ્ટોરન્ટ માટે ૧૨ ટકાનો ફ્લેટ રેટ રાખવાની હિલચાલ ચાલી રહી છે. જો કે, આ અંગેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. જે સૂચિત ફેરફાર અંગે ચર્ચા ચાલી રહી છે તે મુજબ નાના કારોબારીઓમાં વર્તમાન એક ટકાના બદલે ૦.૫ અને એક ટકાનો દર રાખવામાં આવશે. મેન્યુફેક્ચર્સ માટે વર્તમાન બે ટકાના બદલે એક ટકા અને રેસ્ટોરન્ટ માટે પાંચ ટકાના બદલે એક ટકા રેટ રાખવામાં આવી શકે છે. જુદા જુદા રાજ્યોના નાણાં પ્રધાનોની પેનલે રેસ્ટોરન્ટમાં અને નાના કારોબારીઓ માટે જીએસટી રેટમાં કાપ મુકવા માટે સુચન કર્યુ છે. વધુ રાહત આપવાના વિકલ્પ પર ચર્ચા ચાલી રહી છે. ટુંક સમયમાં જ રાહત આપવામાં આવી શકે છે. નાના વેપારીઓ, મેન્યુફેકચર્સ અને હોટેલો માટે ફ્લેટ એક ટકા ટેક્સ તેમજ રેસ્ટોરન્ટમાં રેટમાં કાપની માંગ કરવામાં આવી છે.ય પાંચ રાજ્યોના નાણાં પ્રધાનોની પેનલે સુચન કર્યુ છે કે સ્ટેન્ડેલોન રેસ્ટોરન્ટ માટે ફ્લેટ ૧૨ ટકા જીએસટી રેટ માટે સુચન કર્યુ છે. એરકન્ડીશન્ડ હોય કે ન હોય તેમાં ૧૮ ટકા જીએસટી રેટ રાખવાની વાત થઇ રહી છે. હાલમાં મિડલ ક્લાસ દ્વારા જે રેસ્ટોરન્ટમાં ભોજન કરવામાં આવે છે તેમાં ૧૮ ટકા જીએસટી ટેક્સ છે. નવી સ્કીમ ચોક્કસ વર્ગને લાગુ થનાર છે. રૂપિયા ૨૦ લાખથી લઇને એક કરોડ સુધી વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા કારોબારીઓ અને મેન્યુફેકચર્સને ફ્લેટ રેટ ટેક્સ લાગુ થનાર છે. રેસ્ટોરન્ટ અને કારોબારીઓ પર બોજને ઘટાડી દેવા દેવા માટેની વ્યુહરચના તૈયાર કરવામાં આવી રહી છે. વેપારીઓને પણ રાહત આપવાની હિલચાલ ચાલી રહી છે. આ તમામ સુચનના સંબંધમાં અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલમાં લેવામાં આવનાર છે. કાઉન્સિલમાં કેન્દ્રિય અને રાજ્યોના નાણાંપ્રધાનો પણ સામેલ છે. આ બેઠક આગામી મહિનામાં મળનાર છે. નાના કારોબારીઓને વધુ રાહતની જાહેરાત હવે ટુંક સમયમાં કરવામાં આવનાર છે. છેલ્લા કેટલાક દિવસથી આને લઇને હિલચાલ ચાલી રહી છે.

Related posts

રેલ ઇન્ડિયા ટેકનિકલનો આઈપીઓ ૨૦મી જૂને લોંચ

aapnugujarat

જીઓ ફોનના ગ્રાહકો પણ ફેસબૂક વાપરી શકશે

aapnugujarat

बाजार में भारी गिरावट, सेंसेक्स 793 अंक फिसला और निफ्टी 11560 पर बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1