Aapnu Gujarat
મનોરંજન

આઠ વર્ષમાં પ્રથમવાર સિંગલ હોવાનો કૃતિ ખરબંદાનો દાવો

વર્ષ ૨૦૧૬માં હોરર ફિલ્મ રાઝ રીબુટ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ કૃતિ ખરબંદા જુદી જુદી રીતે સતત ચર્ચામાં રહી છે. જો કે તેની પાસે શાનદાર અને મોટા બેનરની ફિલ્મો પણ આવી રહી છે. હવે તેની પાસે કેટલીક ફિલ્મો હાથમાં આવી ગઇ છે. તેનુ કહેવુ છે કે આઠ વર્ષમાં પ્રથમ વખત તે હાલમાં સિંગલ છે. તેની કેરિયરને લઇને તે હવે આશાવાદી પણ બનેલી છે. આ વર્ષે પણ તે કેટલીક ફિલ્મોમાં નજરે પડનાર છે. રાજકુમાર રાવ સાથેની ફિલ્મ શાદી મે જરૂર આના, દેઓલ પરિવારને આવરી લેતી યમલા પગલા દિવાના-૩ ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. યમલા પગલા દિવાના-૩ની અગાઉની સિરિઝની તમામ ફિલ્મો સુપરહિટ રહ્યા બાદ આ ફિલ્મ કૃતિની કેરિયરમાં તેજી લાવી શકે છે. તેની કોઇ ફિલ્મ હજુ સુધી સુપર હિટ સાબિત થઇ નથી. તેનુ કહેવુ છે કે હવે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. ૨૬ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે તે હિન્દી ભાષા ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૫માં તે સૌથી પસંદગીની યુવતિ તરીકે ઉભરી આવી હતી. રત્ના સિંહાની શાદી મે જરૂર આના ફિલ્મમાં તે હવે નજરે પડનાર છે. આ ફિલ્મમાં તે આરતી શુકલાની ભૂમિકા અદા કરી રહી છે. જેમાં તે મહત્વકાંક્ષી યુવતિની ભૂમિકામાં છે. તેની પાસે ધર્મેન્દ્રની ફિલ્મ યમલા પગલા દિવાના-૩ ફિલ્મ પણ છે. આ મોટા બજેટવાળી ફિલ્મમાં સની દેઓલ , બોબી દેઓલ પણ ખાસ નજરે પડનાર છે. ૨૭મી ઓક્ટોબરથી આ ફિલ્મના બીજા હિસ્સાનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. ત્રણ દેઓલની સામે પરફોર્મ કરવાની બાબત કોઇ પણ સ્ટાર માટે મુશ્કેલરૂપ હોઇ શકે છે તેવી કબુલાત તે કરી ચુકી છે.

Related posts

ટાઇગર શ્રોફ ખુબ સારો મિત્ર છે : દિશા પાટની

aapnugujarat

એમ્મા વોટ્‌સન અને વિલિયમ નાઇટ વચ્ચેના સંબંધ તુટ્યા : રિપોર્ટ

aapnugujarat

મલાઇકા ‘દબંગ-૩’માં ભૂમિકા નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1