Aapnu Gujarat
મનોરંજન

અદિતિ રાવ પદ્માવતિ ફિલ્મને લઇને આશાવાદી

ભનેત્રીઅદિતી રાવ હૈદરીની કેરિયરમાં હવે ધીેમે ધીમે તેજી આવી રહી છે. તેની પાસે બે મોટી ફિલ્મો આવી ગઇ છે. જે પૈકી એક સંજય લીલાની પદ્માવતિ છે. તે આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં દિપિકા છે. તેના ટાઇટલ રોલવાળી ફિલ્મમાં રણવીર ઉપરાંત શાહિદ કપુર પણ કામ કરે છે. તેની ભૂમિકા પણ મોટી છે. અદિતીને હાલમાં સારી સારી ફિલ્મો મળી રહી છે. હવે વધુ એક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અદિતી રાવ હાલમાં અદિતી રાવ સંજય લીલાની ફિલ્મ પદ્માવતિમાં પણ કામ કરી રહી છે. જેમાં તેના સાથે રણવીર સિંહ હવે દિપિકાની મુખ્ય ભૂમિકા રહેલી છે. અદિતી હાલમાં ફરી એકવાર આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે સંજય દત્તની સાથે ભૂમિ ફિલ્મમાં છેલ્લી વખત નજરે પડી હતી. આ ફિલ્મમાં તેના રોલની ચારે બાજુ પ્રશંસા કરવામાં આવી હતી. તેનુ કહેવુ છે કે સંજય લીલા સાથે ફિલ્મ મળ્યા બાદ તે ખુબ આશાવાદી છે. આ ફિલ્મના કારણે તેની કેરિયરમાં નવો વળાંક આવી શકે છે.છેલ્લે ભૂમિ ફિલ્મ રજૂ થઇ હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળતા હાંસલ કરી શકી ન હતી. આવનાર દિવસોમાં તેની ભૂમિકા વધારે સારી રહી શકે છે. તેની હાલની ભૂમિકાઓની નિર્માતા નિર્દેશકો નોંધ લઇ રહ્યા છે. અદિતી બોલિવુડમાં ટકી રહેવા આશાવાદી છે.

Related posts

યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ એફઆઈઆર

aapnugujarat

સેક્સી લિન્ડસે લોહાન ફરી કેરિયર ઉપર ધ્યાન આપે છે

aapnugujarat

‘एक विलेन रिटर्न्‍स’ अगले साल 11 फरवरी को होगी रिलीज

editor

Leave a Comment

UA-96247877-1