Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ પાર્ટી ચોર તો, ભાજપ મહાચોર : હાર્દિકના પ્રહારો

જે પક્ષ આપણા હિતની વાત ના કરે તે પક્ષ આપણા કામનો નથી. કોંગ્રેસ ચોર છે, તો ભાજપ મહાચોર છે. કોંગ્રેસ અને ભાજપ બંને મસિયાઇ ભાઇઓ છે. કોઇપણ પક્ષ સત્તામાં હોય આપણે એક થઇને લડીશું તો જ આપણા પ્રશ્નો હલ થઇ શકશે. ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી નહી પરંતુ બળાત્કારી જનતા પાર્ટી છે. બળાત્કારી જનતા પાર્ટીને આગામી વિધાનસભા ચૂંટણીમાં હરાવવાનો સમય આવી ગયો છે એમ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મઢેલી ખાતે ખેડૂત મહાસંમેલનને સંબોધતાં પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. પાટીદાર નેતા હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પછાડવા માટે વિકાસ ગાંડો થયો છે, મારા હાળા છેતરી ગયા જેવા સૂત્રો યાદ રાખવા પડશે. હવે તમે બધા છેતરાશો નહી. આપણો દેશ લોકતંત્ર દેશ રહ્યો નથી. આપણે સંમેલન કે રેલી કાઢવી હોય તો પણ અધિકાર રહ્યો નથી. આપણા પ્રશ્નોના નિરાકરણ માટે તમામ લોકોએ એકથઇને લડવાનો સમય પાકી ગયો છે. વિકાસ ગાંડો થયો છે, મારા હાળા છેતરી ગયા જેવા બળાત્કારી જનતા પાર્ટી સામેના સૂત્રો પ્રજાએ યાદ રાખવા પડશે. તેમણે ઉમેર્યું કે, જો તમે એક થઇને નહી લડો તો, મનસુખ જેવા પેદા થશે, જયલા(જય શાહ) જેવા પણ મળશે. હું મારા પપ્પાને રોજ પૂછતો હતો કે, પપ્પા તમારા ખાતમાં રૂ.૧૫ લાખ આવ્યા ત્યારે પપ્પા ઇન્કાર કરતા હતા પરંતુ હવે સમજાયું કે, પંદર લાખ રૂપિયા તો જય શાહના ખાતામાં જતા રહ્યા છે આવો સણસણતો ટોણો મારી હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ પર પણ નિશાન તાકયુ હતું. ખેડૂતો માટેની માંગ કરતાં તેમણે જણાવ્યું કે, અનેક ખેડૂતોની જમીનમાંથી જેટકોની હાઇટેન્શન વીજલાઇન પસાર થઇ રહી છે. જેટકોએ ખરેખર ખેડૂતોને માસિક પાંચથી સાત હજાર રૂપિયાનું ભાડુ ચૂકવવું જોઇએ. જો તમે એક થઇને લડત નહી આપો તો, આવનારા દિવસોમાં જેટકોની વીજલાઇનો નંખાતી રહેશે અને તેની સાથે કંપનીઓ પણ આવતી રહેશે.

Related posts

અમદાવાદ શહેર છાવણીમાં ફેરવાયું

aapnugujarat

પ્રદૂષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમમાં અમદાવાદ મોખરે

aapnugujarat

અમદાવાદ શહેર પર ગ્રીન કવર ૪.૬૬ ટકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1