Aapnu Gujarat
મનોરંજન

હવે રેસ-૩ ફિલ્મનો હિસ્સો બનીને બોબી દેઓલ સંતુષ્ટ

અભિનેતા બોબી દેઓલ રેસ-૩ ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. તેની ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી હોવાના હેવાલને હવે સમર્થન મળી ગયુ છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય અભિનેતા તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. જ્યારે જેક્લીન અભિનેત્રી તરીકે નજરે પડનાર છે. બોબી દેઓલે આ મોટી ફિલ્મ હાથ લાગ્યા બાદ ખુબ ખુશી વ્યક્ત કરી છે. થોડાક દિવસ પહેલા જ રજૂ કરવામાં આવેલી ફિલ્મ પોસ્ટર બોય મારફતે બોબી દેઓલે બોલિવુડમાં ફરી વાપસી કરી હતી. આ ફિલ્મમાં તે પોતાના બાઇ સન્ની દેઓલની સાથે નજરે પડ્યો હતો. આ ફિલ્મ મારફતે શ્રેયસ તલપડેએ નિર્દેશનના ક્ષેત્રમાં એન્ટ્રી કરી હતી. બોબી દેઓલે આના માટે ટ્‌વીટર પર રમેશ તૌરાનીનો આભાર માન્યો છે. બોબીએ રેસ લગાવવા માટે કહ્યુ છે. ટીમનો હિસ્સો બનીને તે ખુબ ખુશ છે. આ પહેલા તૌરાનીએ ટ્‌વીટ કરીને કહ્યુ હતુ કે ફેમિલીમાં તેઓ બોબીનો ફરી સ્વાગત કરે છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને જેક્લીનની ભૂમિકા છે. આ ફિલ્મનુ નિર્દેશન રેમોડિસોઝા કરી રહ્યા છે. સલમાન અને જેક્લીનની જોડી અગાઉ કીકમાં સાથે નજરે પડ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. જેક્લીન સલમાનની સાથે અન્ય એક ફિલ્મમાં પણ કામ કરનાર છે. મળેલી માહિતી મુજબ જેક્લીનની કેરિયર હાલમાં શાનદાર તબક્કામાં છે. હાલમાં વરૂણ ધવન સાથે તેની રજૂ થયેલી ફિલ્મ જુડવા પણ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે તાપ્સી પણ કામ કરી ચુકી છે. કોમેડી ફિલ્મ ચાહકોને ખુબ પસંદ પડી રહી છે. જેક્લીન યુવા પેઢીમાં લોકપ્રિય થઇ રહી છે. તેની ફિલ્મો જોવા યુવા પેઢીના યુવાનો પહોંચી રહ્યા છે.

Related posts

પ્રિયંકા અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મને લઇને વ્યસ્ત

aapnugujarat

રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇ ઉત્સુક

aapnugujarat

बॉलिवुड में डेब्यू करेगी टीवी ऐक्ट्रेस हिना खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1