Aapnu Gujarat
મનોરંજન

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

યશરાજ ફિલ્મ દ્વારા હવે એક એક્શન ફિલ્મ બનાવવામાં આવનાર છે. જેમાં બેફિકરે ફિલ્મની ખુબસુરત સ્ટાર વાણી કપુર રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સાથે રોમાન્સ કરતી નજરે પડનાન છે. ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પંરતુ આ એક એક્શન ફિલ્મ રહેનાર છે. ફિલ્મનુ નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરનાર છે. આ ઘટનાક્રમક અંગે ગુરૂવારે ટ્‌વીટર પર જાહેરાત કરવામાં આવી શકે છે. સિદ્ધાર્થ આનંદે અગાઉ સફળ ફિલ્મોનુ નિર્દેશન કર્યુ છે. જેમાં સલામ નમસ્તે, બચના હે હસીનો અને બેંગ બેંગનો સમાવેશ થાય છે. ટાઇગર શ્રોફ પણ કામ કરી રહ્યો છે. વાણી કપુરને શુદ્ધ દેશી રોમાન્સ સાથે વાયઆરએફ દ્વારા જ લોંચ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત અને પરિણિતી ચોપડા નજરે પડી હતી. વર્ષ ૨૦૧૩માં આ ફિલ્મ આવી હતી. વર્ષ ૨૦૧૬માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બેફિકરે ફિલ્મમાં વાણીને ફરી લોંચ કરવામાં આવી હતી. આદિત્ય ચોપડા દ્વારા તેને લોંચ કરવામાં આવી હતી. જેમાં રણવીર સિંહની મુખ્ય ભૂમિકા હતી. આ બેનર સાથે વાણીની ત્રીજી ફિલ્મ રહેનાર છે. રિતિક પ્રથમ વખત કામ કરી રહ્યો છે. ટાઇગર અને રિતિક બન્ને જોરદાર કુશળ ડાન્સર છે. બન્ને દેખાવમાં પણ અને એક્શનમાં પણ બેસ્ટ છે. વામી જેવી દેખાવડી સ્ટારને ચમકાવવાનો નિર્ણય ખુબ શાનદાર દેખાઇ રહ્યો છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં પ્રજાસત્તાક દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મની તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રિતિક રોશન અને ટાઇગર પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. રિતિક મોટા સ્ટાર તરીકે રહ્યો છે.

Related posts

સાત સમુંદર પાર કરીને વિરાટને મળવા આવી હતી આ હિરોઈન, જાણો વધુ માહિતી

aapnugujarat

અક્ષય ૧૩ વર્ષ બાદ અબ્બાસ-મસ્તાન સાથે કામ કરશે

aapnugujarat

દિપિકા પદ્માવતિને લઇને ભારે મહેનત કરી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1