Aapnu Gujarat
ગુજરાત

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સુધારા વિધેયકને મંજુરી મળી

ગુજરાત સરકાર દ્વારા ગત વિધાનસભામાં પસાર થયેલ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સુધારા વિધેયક)ને રાષ્ટ્રપતિની મંજુરી મળી, તેમ કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં ટેકનોલોજીની મદદથી કેસ ચલાવવામાં ઝડપ આવે તે માટે સીઆરપીસીના કાયદાની કલમ-૨૭૩માં સુધારો કરીને આરોપીને વીડિયો લીન્કેજ દ્વારા કેસની ટ્રાયલ ચલાવવામાં તથા હાજરી આપવામાં સરળતા રહે તે માટેનું સુધારા વિધેયક ગત વિધાનસભા સત્રમાં રજુ કરવામાં આવ્યું હતું. આ કાયદો સેન્ટ્રલ એક્ટ હોઈ, તેને રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલાયું હતું, જેને તાજેતરમાં જ રાષ્ટ્રપતિની મંજુરી મળી છે. આ કાયદો અમલી બનવાથી રાજયની તમામ જિલ્લા કોર્ટમાં કે જ્યાં વીડિયો કોન્ફરેન્સની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં આરોપીને પોલીસ જાપ્તા વગર વિડીયો લીન્કેજથી હાજર કરવામાં આવશે. જેને કારણે કેસો જડપથી ચાલશે, કેસોની પેન્ડેન્સીમાં ઘટાડો થશે અને પોલીસ જપ્તા અને વાહનવ્યવહારનો ખર્ચ નિવારી શકાશે તેમજ મેજીસ્ટ્રેરીયલ અને સેસન્સ કોર્ટમાં આ કાયદાને કારણે કેસના નિકાલમાં ઝડપ આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિડિયો લિંકેજના માધ્યમથી જ્યારે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે છે ત્યારે ધણા ગંભીર ગુનાઓના આરોપીઓ કે જેઓ પોલીસ જાપ્તામાંથી નાસી જવાના પ્રયત્ન કરે છે તેવા બનાવો પણ ઘટશે અને આજે જ્યારે દિનપ્રતિદિન કોર્ટોમાં કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ફોજદારી કેસોમાં ધણી વખત આરોપીઓને સમયસર કોર્ટમાં રજુ કરવામાં આવતા ન હોવાથી કોર્ટમાં મુદતો પડતી હોય છે અને સામાન્ય નાગરિકો કે જે સાક્ષી તરીકે દુર દુરથી આવતા હોય છે તેઓને ધક્કો ખાવો પડતો હોય છે અને તેના કારણે સામાન્ય નાગરિકો કે જે સાક્ષી તરીકે દુર દુરથી આવતા હોય છે તેઓને ધક્કો ખાવો પડતો હોય છે.

Related posts

ઉત્તર, પૂર્વ, દક્ષિણ ઝોનની ગટરલાઇનની સફાઈ થશે

aapnugujarat

નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદીની પ્રતિક્રિયા

aapnugujarat

EPFO: આ તારીખ સુધીમાં PF ખાતામાં વ્યાજના પૈસા આવી જશે! આ રીતે ઝડપથી બેલેન્સ ચેક કરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1