Aapnu Gujarat
ગુજરાત

એએમટીએસનો કરોડોનો ભંગાર વેચવાની દરખાસ્ત : દરખાસ્ત મંજુર કરાયા બાદ ફાઈલ ગુમ : ગેરરીતીની શંકા

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ખાડે ગયેલા તંત્રમા કૌભાંડો અને ગેરરીતીઓ હવે નવા રહ્યા નથી આ પરિસ્થિતિમા એએમટીએસના વેચવા કાઢેલા રૂપિયા ૨.૫ કરોડની કિંમતના ભંગારની મંજુરી આપવામા આવેલી ફાઈલ છેલ્લા એક માસથી મળતી ન હોઈ મોટી ગેરરીતીની આશંકા વ્યકત કરવામા આવી રહી છે આ સાથે જ વિપક્ષ દ્વારા ગુમ થયેલી ફાઈલ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી કરવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ રોજની રૂપિયા એક કરોડથી પણ વધુ રકમના જંગી નુકસાન સાથે ચલાવવામા આવી રહી છે આ પરિસ્થિતિમા એએમટીએસના તંત્રને ખોડંગાતા ચલાવવા માટે રૂપિયા ૨.૫ કરોડનો ભંગાર વેચવા કાઢવાની તંત્રને ફરજ પડી હતી આ અંગે ગત માસમા મળેલી એએમટીેએસની બોર્ડ બેઠકમા આ ભંગારને વેચવા માટે આવેલા ટેન્ડરને પણ મંજુરી આપવામા આવી હતી.બાદમા મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામા પણ એએમટીએસના વેચવા કાઢેલા ૨.૫ કરોડના ભંગારને વેચવા માટેની દરખાસ્તને મંજુરી આપવામા આવી હતી.દરમિયાન આ મામલે પૂર્વ વિપક્ષનેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદ્દરૂદીન શેખે આ અંગે તપાસ કરતા મંજુર કરવામા આવેલી આ મુળ ફાઈલ જ એક માસથી ગુમ થઈ જવા પામી છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ હોય તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરવામા આવી છે.બીજી તરફ આ મામલે એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવેની મળેલી પ્રતિક્રીયા અનુસાર,ફાઈલ ગુમ કરવામા કયા અધિકારીની સંડોવણી છે તે શોધી લાવવા કહેવામા આવ્યુ છે.

Related posts

आंगलधरा में वजनकांटा के संचालक पर फायरिंग हुई

aapnugujarat

સિવિલ નર્સિંગ વિદ્યાર્થીની દ્વારા બોયફ્રેન્ડ વિરૂદ્ધ દુષ્કર્મ ફરિયાદ

aapnugujarat

કાંકરેજ તાલુકા કોંગ્રેસ દ્વારા થરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1