Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પના એક નિર્ણયથી ગેરકાયદે રહેતા ૮ લાખ લોકોએ છોડવું પડશે અમેરિકા

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા યંગ ઇમિગ્રન્ટ્‌સને વર્ક પરમિટ આપતી ગ્રાન્ટ રદ કરવાની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ વર્ષ ૨૦૧૨માં ’ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ’ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેમાં અમેરિકામાં અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે આવીને વસતા નિર્વાસિતોને ’ડ્રિમર’ નામ હેઠળ સ્ટડી અને વર્ક પરમિટ મળતા હતા. ઓફિસ કેમ્પેઇનિંગ દરમિયાન ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ડાકા પ્રોગ્રામને તાત્કાલિક બંધ કરવાનો પ્લાન કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા અંદાજિત ૮ લાખથી વધુ લોકોએ દેશ છોડવો પડશે.શુક્રવારે જાહેર કરેલા ટ્રમ્પના આ નિવેદનને વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ ટ્રમ્પ પોતાના આ નિર્ણયમાં ફેરબદલ કરી શકે છે અને પોતાનો આખરી નિર્ણય મંગળવાર સુધી જણાવશે તેવું જણાવ્યું હતું. આજે ટ્રમ્પે કોંગ્રેસને ૬ મહિનાનો સમય આપીને ડાકા કાયદામાં ફેરફાર લાવવાનો આદેશ આપ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા અંદાજિત ૮ લાખથી વધુ લોકોએ દેશ છોડવો પડશે. જેમાં ૭,૦૦૦ જેટલાં ઇન્ડિયન-અમેરિકન્સનો સમાવેશ થાય છે.ડિફર્ડ એક્શન ફોર ચિલ્ડ્રન અરાઇવલ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલો ઇમિગ્રેશનના કાયદામાં સુધારવાળો પ્રોગ્રામ છે.જેમાં ભારતનું સ્થાન ૧૧માં રેન્ક પર છે.ડાકાને રદ્દ કરવાથી અમેરિકન ઇકોનોમીને વાર્ષિક ૨૦૦ બિલિયન અમેરિકન ડૉલર (૧૨ લાખ કરોડ)નું નુકસાન થશે.ડાકાને રદ્દ કરવાથી ૭,૦૦૦ જેટલાં ઇન્ડિયન-અમેરિકન્સે પણ દેશ છોડવો પડશે.

Related posts

एलन मस्क बने दुनिया के सबसे अमीर शख्स

editor

Special teams began rescue work for 3 Bolivians trapped underground in mine at northern Chile

aapnugujarat

જમાત ઉદ દાવા દ્વારા હિંસક કાર્યવાહીઓમાં બાળકોનો ઉપયોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1