Aapnu Gujarat
ગુજરાત

શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ફૂલગુલાબી ઠંડીની ઋતુએ વિદાય લેતા જ ઉનાળાનું આગમન થયું છે. ઉનાળાના આગમન સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેમાં સૌથી પહેલા તો લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની મોસમમાં લીંબું શરબત ખૂબ પીવાય છે, ત્યારે ઉનાળાના આગમન પહેલા જ લીંબુ મોંઘા બન્યા છે.
ઉનાળાની શરૂઆત થવાની સાથે જ શાકભાજીના ભાવો બમણો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું છે. એક માસ પહેલા અને હાલના ભાવોમાં ઘણા શાકભાજીના ભાવો ૫૦ ટકાથી વધુ ઉછળ્યા છે. શાકભાજી ખરીદવામાં પણ ગૃહિણીઓ અસમંજસ અનુભવી રહી હોવાનું જણાય છે. મહિનાનો શાકભાજી ખરીદવાનો જે ખર્ચ થતો હતો તે હવે ૧૫ થી ૨૦ દિવસમાં જ થઈ જતા ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હજુ જેમ ઉનાળો આકરો બનશે તેમ ભાવમાં વધુ ઊંચકાવાની શક્યતા છે.મહત્વનું છે કે ઉનાળાની શરૂઆત થતાં જ ડુંગળી-લસણના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મળતી વિગતો અનુસાર રિટેલ માર્કેટમાં લીંબુ ૨૦૦ રૂ. કિલોના ભાવે વેચાય છે. ઉલ્લેખનીય છે કે ગરમીમાં લોકો લીંબુનો સૌથી વધુ ઉપયોગ કરતાં હોય છે. જેને પગલે લીંબુના ભાવ ઘટે તેવી ગ્રાહકોએ માંગ કરી છે.ઉનાળાના આગમન સાથે કાળઝાળ ગરમીમાંથી લોકો ધીરે ધીરે અકળાઈ રહ્યા છે. ત્યારે શાકભાજીના ભાવોમાં ૫૦ ટકાનો વધારો થતાં ગૃહિણી ચિંતામાં મુકાઈ છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે. ત્યાં શિયાળાની સરખામણીમાં શાકભાજીના ભાવો ડબલ થઈ ગયા છે. શિયાળાની સમાપ્તિને કારણે શાકભાજીના પાકમાં ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટતાની સાથે જ ભાવોમાં પણ ૪૦થી ૫૦ ટકા જેટલો વધારો નોધાયો છે. ઉનાળાની શરૂઆતમાં જ સિંચાઈના પાણીની તંગી સર્જાતા જેની સીધી અસર પાકો પર પડી છે. શાકભાજીના પાકોમાં નોંધ પાત્ર ઘટાડો થતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે.
ગરમીની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ વધી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તો શાકભાજીના ભાવો આમ પ્રજાને દઝાડશે તેવી ભીતિ સેવાઇ રહી છે

Related posts

પાંચ રાજયોના પરિણામથી ગુજરાત ભાજપ ફફડી ગયું

aapnugujarat

અમરેલી ભૂકંપના આંચકાથી ફરી ધ્રુજી ઉઠ્યું

aapnugujarat

સિવિલમાં દર્દીનાં મૃત્યુ બાદ ત્રણ ડૉક્ટરોને માર મારતાં હડતાળ : પોલીસ ખાતરી બાદ હડતાળ સમેટી લેવાઈ

aapnugujarat
UA-96247877-1