Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરવામાં બેદરકાર બન્યાં

અમદાવાદમાં ૨૦૨૩ના વર્ષમાં ટ્રાફિક પોલીસે ૧૫.૧૮ કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. ૨૦૨૨માં પણ ૧૫ કરોડનો આંકડો હતો. ૨ વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનો ભંગ કરીને ૩૦ કરોડ રૂપિયા દંડ ભર્યો છે.આ વર્ષેની વાત કરીએ તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કર્યો છે. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બેદરકાર બન્યા હોય તેવુ આ આંકડાઓ ઉપરથી જાણવા મળે છે. ૨૦૨૩ના વર્ષમા ૧૫.૧૮ કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. જ્યારે ૨ વર્ષમાં ટ્રાફિક પોલીસે ૩૦ કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. ૨૦૨૩ અને ૨૦૨૨નો દંડ વસુલવાનો આંકડો સરખો હતો, પરંતુ ટ્રાફિક પોલીસે સૌથી વધુ ફોર વ્યહિલ ચાલક અને ભારે વાહનોને દંડ ફટકાર્યું છે. છેલ્લા એક વર્ષમાં ૩૦ લોકો ભારે વાહનના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે ૨૫થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. શહેરમાં છેલ્લા ૬ માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી. આ ડ્રાઈવ દરમ્યાન ગયા વર્ષ કરતા વધુ દંડ ટ્રાફીક પોલીસે વસુલ કર્યો છે. ૨૦૨૨માં ૪૦ લાખ દંડ જ્યારે ૨૦૨૩ના વર્ષમાં ૧.૧૬ કરોડનો દંડ વસુલ કર્યો હતો. ૨૦૨૨માં ૧૫ કરોડ બાદ ફરી ૨૦૨૩માં ૧૫ કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના ૩૩ જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવે છે. હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે. જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

ટ્રક અને રિક્ષા ટકરાતા પાંચના મોત

aapnugujarat

માર્ચ સુધી ટેકાના ભાવથી કપાસ, મગફળી ખરીદશે : રૂપાણી

aapnugujarat

અમદાવાદ શાહઆલમ દરગાહના ગાદીપતિ અબ્દે મુનાફ બુખારી બાવા સાહેબ દ્વારા ૫૬૨ ઉર્ષનો ચાદર પોશી સંદલનો કાર્યક્રમ યોજાયો

editor
UA-96247877-1