Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેજરીવાલે પંજાબના લોકો પાસે ૧૩માંથી ૧૩ લોકસભા બેઠકો જીતવાની વાત કરી

પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ ગઈ છે. જેના પરિણામ સૌ કોઈ જોઈ લીધી છે. હિન્દી બેલ્ટના ત્રણેય રાજ્યોમાં ભાજપે બમ્પર જીત મેળવી છે. આ જીતથી વિપક્ષી પાર્ટીઓ માટે એવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે તેમનામાં ગભરાટ છે. તમામ વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એકતા બતાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યારે તે જ પાર્ટીઓ ચૂંટણી સભાઓમાં અને લોકો વચ્ચે પહોંચે છે ત્યારે પોતાની મજબૂતીના પ્રયાસો કરે છે. આવું જ કંઈક રવિવારે પંજાબમાં જોવા મળ્યું હતું.
ઈન્ડિયા ગંઠબંધનની જોડાણની મહત્વની બેઠક ૧૯મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે ઈન્ડિયા એલાયન્સની એક મહત્વપૂર્ણ બેઠક ૧૯મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે અને તેના પહેલા જ અરવિંદ કેજરીવાલે પંજાબના લોકો પાસેથી ૧૩માંથી ૧૩ લોકસભા બેઠકો જીતનની વાત કરી છે. સીએમ કેજરીવાલના આ નિવેદન બાદ પંજાબમાં સીટ વહેંચણી કેવી રીતે થશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. તે સ્થિતિમાં પંજાબમાં સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી શકે તેવી આશંકા છે. સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન રવિવારે ભટિંડા પહોંચ્યા હતા. ઝ્રસ્ કેજરીવાલે કેન્દ્ર પર આરોપ લગાવ્યા એક તરફ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પંજાબનું કામ રોકવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.
પંજાબના ભટિંડામાં જનસભા દરમિયાન પોતાના સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે લોકો પાસે વોટ માંગ્યા હતાં. કેજરીવાલે કહ્યું, પંજાબ શહીદોની ભૂમિ છે. આજ સુધી કોઈ સરકારે શહીદના પરિવારની કાળજી લીધી નથી.
આવી સરકાર પહેલીવાર આવી છે, આજે જો કોઈ સૈનિક કે પોલીસ જવાન શહીદ થાય છે તો ભગવંત માન તેના પરિવારને ૧ કરોડ રૂપિયાનું માનદ વેતન આપે છે. તાજેતરમાં એક અગ્નિવીર અમૃતપાલ શહીદ થયો હતો અને કેન્દ્ર સરકારે તેમના પરિવારની કોઈ કાળજી લીધી ન હતી કે તેમને કોઈ સન્માન આપ્યું ન હતું, જ્યારે ભગવંત માનએ પરિવારને ૧ કરોડ રૂપિયાનું માનદ વેતન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, આજે પંજાબ સરકાર ભટિંડા માટે ૧૧૨૫ કરોડ રૂપિયાનું પેકેજ લાવી રહી છે. પંજાબના ૭૫ વર્ષના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષની સરકારે ભટિંડા માટે આટલા મોટા પેકેજની જાહેરાત કરી નથી. આ પેકેજ સાથે ભટિંડામાં ૭ નવી સરકારી શાળાઓ ઘણી હોસ્પિટલો, ૧૩ નવા મોહલ્લા ક્લિનિક્સ, ઓવરબ્રિજ, રસ્તા, ગટર, પાણી અને એક નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. તેમણે કહ્યું, હું તમને પડકાર આપું છું કે મને જણાવો કે છેલ્લા ૭૫ વર્ષમાં ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળે શું કામ કર્યું છે? આજે પંજાબમાં ૨૪ કલાક વીજળી છે અને વીજળીનું બિલ પણ શૂન્ય છે. એક પત્રકારે પૂછ્યું કે તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે, કેપ્ટન સાહેબ અને બાદલ સાહેબ કહેતા હતા કે પંજાબ સરકાર ખોટમાં ચાલી રહી છે, તો આમ આદમી પાર્ટીના લોકો પાસે પૈસા ક્યાંથી આવે છે. જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે તેમના હિસાબ જોવાનું શરૂ કર્યું, તેઓએ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે તેઓ ૧૦નું કામ ૧૦૦માં કરાવતા હતા જ્યારે આમ આદમી પાર્ટી ૧૦નું કામ ૮માં કરાવે છે.

Related posts

છટ્ઠા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર હાલ ચરમસીમા પર

aapnugujarat

માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત થશે

aapnugujarat

લોકસભા ચૂંટણીમાં એનડીએને મળશે સૌથી વધારે બેઠક પણ સત્તાથી દૂર : સર્વે

aapnugujarat
UA-96247877-1