Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીમાં એનડીએને મળશે સૌથી વધારે બેઠક પણ સત્તાથી દૂર : સર્વે

લોકસભા ચૂંટણી પહેલા અલગ અલગ સર્વે આવવાના શરૂ થઈ ગયા છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં બીજેપીના વડપણ હેઠળનું એનડીએ મોટા દળ તરીકે ઉભરી આવશે પરંતુ પૂર્વ બહુમત નહીં મળે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યૂપીએની હાલત આ વખતે પણ ખરાબ રહેશે. ટાઇમ્સ નાઉ અને સર્વે એજન્સી વીપીએમના ઓપિનિયમ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે એનડીએને ૨૫૨ બેઠક મળશે, જ્યારે યુપીએને ૧૪૭ બેઠક મળશે. જ્યારે અન્ય રાષ્ટ્રીય પાર્ટીઓને ૧૪૪ બેઠક મળી શકે છે. ૫૪૩ સભ્યો ધરાવતી લોકસભામાં બીજેપીને ૨૦૧૪માં બહુમત માટે જરૂરી ૨૭૨થી ૧૦ વધારે બેઠક (૨૮૨ બેઠક) મળી હતી. એનડીએને કુલ ૩૩૬ બેઠક મળી હતી.સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બીજેપીને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ખૂબ ફાયદો થશે. બંગાળમાં બીજેપીને ૯ અને ઓડિશામાં ૧૩ બેઠક મળશે. પાર્ટીએ આ બંને રાજ્યમાં ખૂબ મહેનત કરી છે. ૨૦૧૪માં બીજેપીને બંગાળમાં ૨ બેઠક અને ઓડિશામાં એક બેઠક મળી હતી.સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બીજેપીનું પલડું ભારે રડશે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ૪૮માંથી ૪૩ અને ગુજરાતમાં ૨૬માંથી ૨૪ બેઠક મળી શકે છે.
ગત ચૂંટણીમાં બીજેપીએ ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠક જીતી હતી.ઉત્તર પ્રદેશમાં બીજેપીને મોટો ફટકો પડી શકે છે. અહીં ભાજપ તેમજ એનડીએને ફક્ત ૨૭ બેઠક મેળવીને સંતોષ માનવો પડશે. સપા અને બસપાનું ગઠબંધન બીજેપીને મોટું નુકસાન કરાવી શકે છે. આ ગઠબંધન ૫૧ બેઠક પર જીત મેળવી શકે છે. ૨૦૧૪ના વર્ષમાં ઉત્તર પ્રદેશમાં બીજેપીએ ૮૦માંથી ૭૧ બેઠક જીતી હતી. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીને બેઠકમાં નુકસાન થશે પરંતુ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે. રાજસ્થાનમાં બીજેપીને ૨૫માંથી ૧૭, મધ્ય પ્રદેશમાં ૨૯માંથી ૨૩ અને છત્તીસગઢમાં ૧૧માંથી ૫ બેઠક મળી શકે છે. બિહારમાં પણ મહાગઠબંધન એનડીએને ઝટકો આપી શકે છે. અહીં એનડીએ ૨૫ જ્યારે રાજદ, કોંગ્રેસ અને રાલોસપાના મહાગઠબંધનને ૧૫ બેઠક મળી શકે છે.સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે નાગરિક્તા બિલ લાવવા છતાં એનડીએને પૂર્વોત્તરમાં ફાયદો થશે. અહીં ૨૫માંથી ૧૭ બેઠક તેમના ખાતામાં જશે.દક્ષિણ ભારતના રાજ્યમાંથી બીજેપી માટે સારા સમાચાર નથી.
અહીં કોંગ્રેસ તેમજ સ્થાનિક પક્ષોનું પલડું ભારી રહેશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તામિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકે મળીને ૩૯માંથી ૩૫ બેઠક જીતી શકે છે. કેરળમાં બીજેપી પોતાનું ખાતું ખોલી શકે છે, પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળું એલડીએફ ગઠબંધન ૧૬ બેઠક સાથે સૌથી આગળ રહેશે.
કર્ણાટકમાં બરાબરીનો મુકાબલો બની શકે છે. જ્યારે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂની ટીડીપીને ઝટકો લાગી શકે છે. વાયએસઆર કોંગ્રેસ અહીં બાજી મારી શકે છે. તેલંગાણામાં ટીઆરએસનો દબદબો બન્યો રહેવાની સંભાવના છે.

Related posts

आतंकवाद को समर्थन देना पाक की राष्ट्रीय नीति : डोभाल

aapnugujarat

ભાજપ-આરએસએસના નેતાઓને લાલુની ધમકી, ‘ખુરશી પરથી ઉખાડી ફેંકીશ, મને ડરાવવાની જરૂર નથી’

aapnugujarat

India’s GDP drops to 5.8% for January-March (Q4)

aapnugujarat

Leave a Comment

UA-96247877-1