Aapnu Gujarat
મનોરંજન

સુશાંત સાથે સંબંધો અંગે વાત કરવા કૃતિનો ઇન્કાર

સુશાંત સિંહ રાજપુત સાથે કોઇ પ્રેમ સંબંધમના મામલે વાત કરવાનો કૃતિએ ઇન્કાર કર્યો છ. કેટલાક સમયથી કૃતિ સનુન અને સુશાંત એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. જો કે બન્ને પોતાના સંબંધ અંગે વાત કરી રહ્યા નથી. બન્ને વચ્ચેના પ્રેમ સંબંધની ચર્ચા બોલિવુડમાં પણ જોવા મળી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે એકબીજાની સાથે સુશાંત અને કૃતિ વધારે સમય ગાળી રહ્યા છે.સુશાંત અને કૃતિને પોતાની કુશળતાના કારણે તીવ્ર સ્પર્ધા હોવા છતાં સારી ફિલ્મો મળી રહી છે. થોડાક સમય પહેલા સુશાંતસિંહે ભારતના મહાન ખેલાડી મહેન્દ્રસિંહ ધોની પર આધારિત ફિલ્મમા યાદગાર ભૂમિકા અદા કરીને તમામને ખુશ કરી દીધા હતા. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેની સાથે યુવરાજની ભૂમિકામાં હેરી તંગરી નજરે પડ્યો હતો. સુશાંત બોલિવુડમાં એક કુશળ અભિનેતા તરીકે ઉભરી ચુક્યો છે. ફિલ્મ સફળતાના રેકોર્ડ સર્જી ગઇ હતી. સુશાંતની ગણતરી એક કુશળ અને આશાસ્પદ સ્ટાર અભિનેતા તરીકે કરવામાં આવી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે જે નવા કલાકારોમાં સૌથી આશાસ્પદ તરીકે દેખાઇ રહ્યો છે. કૃતિ સનુન સાથેના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી જોવા મળી ચુકી છે. કૃતિ પાસે પણ સારી સારી ફિલ્મો આવી રહી છે.
સુશાંત હાલમાં ચંદા મામા દુર કે નામની ફિલ્મને લઇને ટ્રેનિંગ લઇ રહ્યો છે. આ ફિલ્મ અંતરિક્ષ યાત્રીઓ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુરને લેવાનો નિર્ણય થોડાક દિવસ પહેલા જ કરવામાં આવ્યો છે. કૃતિ અને સુશાંતની કેમિસ્ટ્રીની ચર્ચા સતત જોવા મળી રહી છે. જો કે સંબંધને લઇને સસ્પેન્સની સ્થિતી છે.

Related posts

प्रीति जिंटा फिर बॉलिवुड में लौटने को तैयार हैं

aapnugujarat

મોટા ભાગના એવોર્ડ સમારોહ ગેટ ટુ ગેધર જેવા : વિદ્યા બાલન

aapnugujarat

सूरज बड़जात्या के साथ ५वीं बार काम करेंगे सलमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1