Aapnu Gujarat
શિક્ષણ

કેનેડામાં ઓનલાઈન કોર્સ કર્યો હશે તો પણ વર્ક પરમિટ મળશે

કેનેડામાં જોબને લગતી ઘણી સમસ્યાઓ જોવા મળે છે ત્યારે કેનેડા સરકારે ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મોટી રાહત જાહેર કરી છે. કોવિડ વખતે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને જે રાહતો મળી હતી તેને હવે વધુ સમય માટે લંબાવવામાં આવી છે. જેના કારણે જે સ્ટુડન્ટે કેનેડાની અંદર રહીને પોતાનો કોર્સ પૂરો નથી કર્યો હોય તેઓ પણ ગ્રેજ્યુએશન પછી અહીં રહીને કામ કરી શકશે. ઈમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (ૈંઇઝ્રઝ્ર) દ્વારા ડિસ્ટન્સ લર્નિંગની જે છુટછાટ આપવામાં આવી હતી તે મુખ્યત્વે કોવિડના સમયગાળા માટે હતી. તેના કારણે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (પીજીડબલ્યુપી) મેળવવા ઈચ્છતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પર મોટી અસર થાય છે.
કેનેડા સરકારે સ્ટુડન્ટને કેટલીક રાહતો આપી હતી. તેથી જે સ્ટુડન્ટે કેનેડાની બહાર રહીને કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના કોર્સ ૫૦ ટકા સુધી પૂરા કર્યા હશે તો પણ તેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી કેનેડામાં વર્ક પરમિટ મેળવી શકશે.
કોવિડ વખતે કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કરવો પડ્યો હતો. કોવિડ અગાઉ એવો નિયમ હતો કે ૫૦ ટકાથી વધારે અભ્યાસ ઓનલાઈન થયેલો હોવો ન જોઈએ. આ ઉપરાંત કેનેડાની બહાર જઈને જે અભ્યાસ કરવામાં આવ્યો હોય તેને પણ પીજીડબલ્યુપી માટે ગણવામાં આવતો ન હતો.
જોકે, કોવિડ વખતે સ્થિતિ બદલાઈ ગઈ અને ઈન્ટરનેશનલ મુસાફરી પર પ્રતિબંધ હોવાના કારણે કેટલાક સ્ટુડન્ટને કેનેડાએ ઓનલાઈન સ્ટડી કરવાની છૂટ આપી હતી. તેમાં બે પ્રકારના સ્ટુડન્ટ હતા. ૧) જેમણે માર્ચ ૨૦૨૦માં પહેલેથી પીજીડબલ્યુપી માટે એલિજિબલ પ્રોગ્રામમાં એડમિશન લીધું હોય અને ૨) જેમણે માર્ચ ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૨ વચ્ચે પીજીડબલ્યુપી માટે એલિજિબલ પ્રોગ્રામ શરૂ કર્યા હોય.
આ બંને પ્રકારની કેટેગરીમાં આવતા સ્ટુડન્ટે ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ અગાઉ કેનેડા બહાર રહીને જે ઓનલાઈન સ્ટડી કર્યો હશે તેને પીડીડબલ્યુપી માટે ૧૦૦ ટકા એલિજિબલ ગણવામાં આવશે. જેમણે ૧ સપ્ટેમ્બર ૨૦૨૨થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે પોતાનો સ્ટડી શરૂ કર્યો હશે તેમનો માત્ર ૫૦ ટકા અભ્યાસ પીજીડીબલ્યુપી માટે પાત્ર ગણવામાં આવશે.
પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ માટે લાયક બનવા માટે સ્ટુડન્ટ પાસે એક સ્ટડી પરમિટ હોવી જોઈએ, તેમની સ્ટડી પરમિટ એપ્રૂલ થયેલી હોવી જોઈએ અને પ્રોગ્રામ શરૂ થાય તે અગાઉ સ્ટડી પરમિટની એપ્લિકેશન સોંપેલી હોવી જોઈએ. જો કોઈ સ્ટુડન્ટે કેનેડાની બહાર રહીને ડીએલઆઈ (ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટિટ્યૂટ)માં અભ્યાસ કરવામાં સમય વીતાવ્યો હશે તો ડિપાર્ટમેન્ટને સ્ટડી પરમિટની એપ્લિકેશન મળે ત્યાર પછી જ તેના સમયની ગણતરી કરવામાં આવશે.

Related posts

લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ ૩૨૩૨બી૧ઝોન૨ અને દિવાલ બલ્લુભાઈ સ્કૂલ દ્વારા રેલીનું આયોજન

aapnugujarat

એલ.ડી. કોલેજમાં ૧૪મીથી ટેકનિકલ ફેસ્ટિવલ યોજાશે

aapnugujarat

IELTSનો સ્કોર નબળો હોય તો ચિંતા ન કરો, હવે સિંગલ મોડ્યુલને રિટેક કરી શકાશે

aapnugujarat
UA-96247877-1