Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતના લોકો ટામેટા લેવા નેપાળમાં ઘુસ્યા

સસ્તું પેટ્રોલ અને ડીઝલ લેવા માટે ભારતીયો નેપાળ તરફ ભાગતા હતા, જો કે, આ વખતે ટામેટા માટે પણ આવું જ થયું છે. હકીકતમાં જોઈએ તો, નેપાળની સરહદી વિસ્તારવાળા ખેતીની બાબતોમાં વધારે સંપન્ન થયા છે. કેટલીય સસ્તી વસ્તુઓ ભારતીયોને નેપાળના આ વિસ્તારમાંથી મળે છે. કેમ કે હાલમાં ભારતમાં ટામેટાના ભાવ આકાશ આંબી રહ્યા છે, તો તેનાથી ઉલ્ટા પિથોરાગઢ અને ચંપાવત જિલ્લાથી અડીને આવેલા નેપાળમાં કિંમતો સામાન્ય છે. આ જ કારણ છે કે, નેપાળના સસ્તા ટામેટા પિથોરાગઢ અને ચંપાવત સુધીના લોકો અને વેપારીઓને ખૂબ પસંદ આવી રહ્યા છે. હાલના સમયમાં નેપાળમાં ટામેટા ૨૫થી ૩૦ રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા છે. પિથોરાગઢ શહેરમાં મંગળવારે ટામેટા ગ્રેડિંગના હિસાબથી ૧૦૦થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા હતા. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મોંઘવારી અને વરસાદના કારણે ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો મળવા પણ મુશ્કેલ થઈ રહ્યું છે. તો વળી નેપાળમાં તેની કિંમત ફક્ત ૨૫થી ૩૦ રૂપિયા પ્રતિ કિલો થઈ રહી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે નેપાળમાં ટામેટાના પાક સારો થયો છે. આ જ કારણે ચોમાસું સિઝનમાં પણ નેપાળમાં ટામેટાના ભાવ સ્થિર થયેલા છે. નેપાળ સરહદ પર આવેલ ભારતીય બજાર બૂલાઘાટમાં હાલમાં બે પ્રકારના ટામેટા મળી રહ્યા છે. ભારતના મેદાની વિસ્તારમાં સપ્લાઈ થઈને આ ટામેટા પહોંચતા તેની કિંમત ૧૨૦ રૂપિયે કિલો સુધી છે, જ્યારે પાડોશી દેશ નેપાળમાં ટામેટા ભારતની સરહદી બજારમાં ૬૦ રૂપિયા પ્રતિ કિલો સુધી મળી રહ્યા છે. વેપારી મદન સિંહે જણાવ્યું છે કે હાલમાં નેપાળની બજારમાં ટામેટાનો ભાવ ૨૫થી ૩૦ રૂપિયા કિલો છે. કેટલાય લોકો એવા છે, જે નેપાળ ન જતાં ભારતમાં જ સસ્તા ટામેટા ખરીદી લાવે છે. મોટા ભાગના વેપારીઓ હાલમાં નેપાળમાંથી ટામેટા ખરીદીને વેચે છે. ઝૂલાઘાટ વેપારી સંઘના મહાસચિવ હરી વલ્લભ ભટ્ટ કહે છે કે, નેપાળમાં પહેલા ભારતમાંથી ટામેટાની નિકાસ થતી હતી, પણ હવે હાલત બદલાઈ ગઈ છે. હાલના દિવસોમાં ભારતમાં ટામેટાના ભાવ આકાશે આંબી રહ્યા છે. નેપાળમાં હાલમાં દરરોજ ૫ ટન ટામેટા ભારતની બજારમાં આયાત થઈ રહ્યા છે. ધારચૂલાથી લઈને બનબસા સુધી છ ઝૂલાપુલોથી ટામેટા નેપાળમાંથી ભારતીય બજારમાં પહોંચી રહ્યા છે.

Related posts

शहजाद ने फिर बोला हमला खुद को कहा सफदर हाशमी

aapnugujarat

મેધા પાટકરને મંદસૌરમાં નો એન્ટ્રી

aapnugujarat

SC granted P. Chidambaram bail in INX Mediacase lodged by CBI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1