Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બાંગ્લાદેશમાં વીજળીનું બિલ ભરવામાં સરકાર અસમર્થ

પાકિસ્તાન અને શ્રીલંકા પછી ભારતનો વધુ એક પાડોશી દેશ હવે ગંભીર આર્થિક સંકટમાં આવી ગયો છે. બાંગ્લાદેશ પર વીજળી અને ઉર્જાનું દેવું હાલમાં ૨૫૦ કરોડ બિલિયન ડોલરથી વધારે થઈ ગયું છે. દેશમાં ૧૦૦ જેટલા પાવર પ્લાન્ટ લગભગ બંધ થઈ ગયા છે અને હજુ વધુ બંધ થવાનો ખતરો ઉભો થયો છે. ગત એક વર્ષમાં બાંગ્લાદેશ સતત પોતાના ઉર્જા અને વીજળી બિલોની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યું છે. વીજળી ઉત્પાદક અને આપૂર્તિકર્તા બાંગ્લાદેશને સતત તેમના ઓપરેશન અને સપ્લાય બંધ કરવાની ચેતવણી આપી રહ્યા છે. પાયરા પાવર પ્લાન્ટ બંધ થવો એ વાતનો પુરાવો છે કે, સરકાર વીજળી અને ઉર્જા મોર્ચા પર સંકટનો સામનો કરી રહી છે. બાંગ્લાદેશ ઉપભોક્તા સંઘના ઉર્જા સલાહકાર એસ શમ્સુલ આલમે કહ્યું કે, ’સરકાર ના તો ઉર્જા કરી શકે છે કે ના તો વીજ પ્લાન્ટ્‌સને ચૂકવણી કરી શકે છે. વીજળી સંકટે ઔદ્યોગિક ગતિવિધીઓને લગભગ ઠપ કરી દીધી છે.’ તેમણે કહ્યું કે, સમસ્યા એ છે કે, સરકાર સંકટની ગંભીરતાને પણ નથી સમજતી. બાંગ્લાદેશમાં મંગળવારે કુલ ૧૫૪ વીજ પ્લાન્ટ્‌સમાંથી લગભગ ૬૫ ટકા કે ૧૦૦ વીજ પ્લાન્ટ્‌સ અલગ-અલગ કારણોથી, મુખ્ય રીતે ઈંધણની અછતના કારણે આંશિક રીતે કે પછી સંપૂર્ણ રીતે બંધ હતા. પાવર ગ્રિડ કંપની ઓફ બાંગ્લાદેશ તરફથી જાહેર કરાયેલા આંકડા પરથી જાણવા મળે છે કે, માત્ર ૨૧ વીજ પ્લાન્ટ્‌સએ મંગળવારે તેમની પૂરી ક્ષમતાનો ઉપયોગ કર્યો. પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડોળ પણ ઘટતો જઈ રહ્યો છે. આ વર્ષે માર્ચના અંત સુધીમાં બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડોળ ૩૧.૧૪ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો, જે ડિસેમ્બર ૨૦૧૬ પછીનો સૌથી ઓછો હતો. બચેલા વિદેશી મુદ્રા ભંડોળથી બાંગ્લાદેશ માત્ર પાંચ મહિના સુધી આયાતના બિલોની ચૂકવણી કરી શકે છે. ભંડોળને વધારવા માટે સરકારે વિદેશોમાં કામ કરતા બાંગ્લાદેશીઓને વધુમાં વધુ રૂપિયા દેશમાં મોકલવાની અપીલ કરી હતી. જોકે, હજુ સુધી તો બાંગ્લાદેશની સ્થિતિ પાકિસ્તાન કરતા તો સારી છે. પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડોળમાં માત્ર ૪.૧૯ અબજ ડોલર જ બચ્યા છે.

Related posts

Drone attacks at major Saudi Aramco processing facility and oilfield in Kingdom’s east

aapnugujarat

સાઉદી અરબે કાચા તેલના ભાવમાં કર્યો વધારો

editor

China trade deal as ‘much better’ than expected : Trump

aapnugujarat

Leave a Comment

UA-96247877-1