Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાએ અમેરિકાની એક પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ તોડી પાડી

યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધમાં રશિયા અને પશ્ચિમના દેશો વચ્ચે પોતાના ઘાતક હથિયારોનો ઉપયોગ કરવાની જાણે હોડ જામી છે. આ પહેલા રશિયાની હાયપરસોનિક મિસાઈલ કિંઝલને અમેરિકન પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમની મદદથી તોડી પાડવામાં આવી હતી. જોકે રશિયાએ પણ તેનો બદલો લીધો છે અને અમેરિકાની એક પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ તોડી પાડી છે. અમેરિકન મીડિયાએ આ વાતનો ખુલાસો કર્યો છે. જેમાં કહેવાયુ છે કે, જ્યારે રશિયા તરફથી યુક્રેન પર હુમલા થઈ રહ્યા હતા ત્યારે એક પેટ્રિયટ સિસ્ટમ પણ તબાહ થઈ ગઈ હતી. જો આ વાત સાચી હોય તો અમેરિકા માટે આ મોટો ઝાટકો છે.
આ મીડિયા રિપોર્ટમાં અપાયેલી જાણકારી પ્રમાણે રશિયાએ જ્યારે કીવ પર પોતાની સૌથી એડવાન્સ મિસાઈલ કિંઝલ વડે હુમલો કર્યો ત્યારે તેને રોકવામાં પેટ્રિયટ સિસ્મટને પણ ખાસુ નુકસાન થયુ છે. જોકે આ નુકસાન કેટલુ છે તે હજી સ્પષ્ટ થયુ નથી. મિસાઈલ સિસ્ટમને રિપેર કરવાની જરુર પડશે તો થોડા સમય માટે તેને મોરચા પરથી હટાવવી પણ પડશે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ કુલ ૬ કિંઝલ મિસાઈલ તેમજ બીજા પ્રકારની મિસાઈલો તથા ડ્રોન વડે યુક્રેન પર હુમલો કર્યો હતો. યુક્રેનનુ કહેવુ હતુ કે, રશિયા તરફથી થયેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો હતો.
પેટ્રિયટ મિસાઈલની વાત કરવામાં આવે તો અમેરિકા તેને સૌથી અત્યાધુનિક રક્ષા કવચ ગણાવે છે. આ સિસ્ટમ દુશ્મન તરફથી લોન્ચ થતી મિસાઈલ્સ તથા વિમાનોને અને ડ્રોનને હવામાં જ તોડી પાડવા માટે સક્ષમ છે. અમેરિકાએ યુક્રેનને રશિયન હવાઈ હુમલાથી રક્ષણ આપવા માટે આ સિસ્ટમ મોકલાવી છે. દુનિયામાં અમેરિકાએ પોતાના બીજા મિત્ર દેશોને પણ આ મિસાઈલ સિસ્ટમ આપેલી છે. યુક્રેનમાં મે મહિનાના પ્રારંભથી તેનો ઉપયોગ શરુ કરી દેવાયો છે.

Related posts

India proposal to Pakistan for Kartarpur corridor talks from July 11 to 14

aapnugujarat

US ने छीना भारत से GSP का दर्जा, 5 जून से होगा लागू

aapnugujarat

મુંબઇ ૨૬/૧૧ હુમલોઃ પાક.સુપ્રિમે સાક્ષી નિવેદન આપવા રાજી ન હોવાથી સુનાવણી ટાળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1