Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાનને મળ્યો ધમકીભર્યો ઈમેઈલ

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ટીમને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. આ ઈ-મેઈલ 18 માર્ચ, 2023ના રોજ બપોરે લગભગ 1.46 વાગ્યે આવ્યો હતો. જે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટના મેઈલ પર મોકલવામાં આવ્યો હતો. આ મેઈલ પર ગોલ્ડી બ્રાર (Goldie Brar)નો ઉલ્લેખ છે. અભિનેતાને ધમકી આપી હતી કે ગોલ્ડી બ્રાર સાથે વાત કરી લે, નહીં તો આગામી સમયમાં જોવા જેવું થશે. હવે મુંબઈ પોલીસે આ મામલે FIR નોંધી છે. પોલીસે સલમાન ખાનના મેનેજરની ફરિયાદ આધારે ગોલ્ડી બ્રાર અને લોરેન્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

સલમાન ખાનને મળેલી આ ધમકીને મોહિત ગર્ગના આઈડીથી મોકલવામાં આવી. આ ઈ-મેઈલમાં કહેવામાં આવ્યું કે, ગોલ્ડી ભાઈ સલમાન સાથે વાત કરવા માગે છે. લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ તો જોઈ જ લીધો હશે, જો ના જોયો હોય તો દેખી લેજે. મેટર બંધ કરવી હોય તો વાત કરાવી દો. ફેસ ટુ ફેસ વાત કરવી હોય તો પણ જણાવ. અત્યારે સમય છે તો જણાવી દીધું છે, આગામી વખતે જોવા જેવી થશે.

આ ઈ-મેઈલમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ગોલ્ડી બ્રારની વાત સલમાન સાથે કરાવી દે. સલમાન ખાનની ટીમે તરત ઈ-મેઈલ બાબતે પોલીસમાં ફરિયાદ કરી છે. સલમાન ખાનના મેનેજરની ફરિયાદના આધારે ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ IPCની કલમ 120 (B), 34 અને 506 (2) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી છે. તેના ઘર ગેલેક્સીની બહાર પોલીસે સિક્યોરિટી વધારી છે.

કાળિયાર કેસમાં સંડોવણી બદલ બિશ્નોઈ સમાજની માફી ન માગી તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવી ધમકી હાલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ (Lawrence Bishnoi) સલમાન ખાનને (Salman Khan) આપી છે. જેલમાંથી આપેલા લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં ગેંગસ્ટરે આ ધમકી આપી છે. એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતાં તેણે કહ્યું કે, તેણે તેમનું અપમાન કર્યું તેથી તેનો સમાજ નારાજ છે. ‘તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે માફી માગી નહોતી, જો તે માફી નહીં માગે તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેવું પડશે. હું અન્ય કોઈ પર નિર્ભર રહીશ નહીં’. તેણે એક્ટરને જમ્બેશ્વરજી મંદિર સામે બિશ્નોઈ સમાજની માફી માગવા માટે કહ્યું હતું. આ સાથે જો સમાજ તેને માફ કરશે તો પીછેહઠ કરવાનું વચન આપ્યું હતું. લોરેન્સે કહ્યું હતું કે ‘તેણે અમારા ભગવાનના મંદિરે આવી માફી માગવી જોઈએ. જો અમારો સમાજ માફ કરી દેશે તો હું કંઈ બોલીશ નહીં’.

રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાને કથિત રીતે કાળિયારનો શિકાર કર્યો હતો, જેની પૂજા બિશ્નોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે તેમજ 1972ના વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટર હેઠળ સંરક્ષિત પ્રજાતિ પણ છે. એક્ટરે 1998માં આવેલી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન કાળિયારને ગોળી મારી હતી. બિશ્નોઈ સમાજે આ મામલે જોધપુરની કોર્ટમાં અરજી કરતાં સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જો કે, તેને તરત જ જામીન મળી ગયા હતા.

Related posts

અદનાન સામી હવે અભિનયમાં પોતાનું નસીબ અજમાવશે; બોલીવૂડમાં એન્ટ્રી કરશે

aapnugujarat

विदेश जाने के लिए सलमान को मिली कोर्ट की इजाजत

aapnugujarat

अब ‘हे राम’ का हिंदी में रीमेक बनाएंगे शाहरुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1