Aapnu Gujarat
રાષ્ટ્રીય

Canada PR : કેનેડા સેટલ થવાનો વિચાર છે ? PR માટે એક્સપ્રેસ એન્ટ્રી, PNPમાંથી કયો રસ્તો બેસ્ટ રહેશે?

કેનેડામાં ઈમિગ્રન્ટ્સ માટે જોબની સંખ્યામાં ભારે વધારો થયો છે. આગામી કેટલાક વર્ષો સુધી કેનેડામાં મોટી બહારના લોકોની ખૂબ જરૂર પડવાની છે. તમે પણ નવી તકની શોધમાં કેનેડા જવાનું વિચારતા હોવ તો તેના માટે બેસ્ટ રસ્તો કયો છે તે જાણી લો. કેનેડા શિફ્ટ થવા માટે એક્સપ્રેસ એન્ટ્રી (Express Entry) અથવા પ્રોવિન્સિયલ નોમીની પ્રોગ્રામ (PNP)ની ભલામણ કરવામાં આવે છે. પરંતુ તેમાંથી સારો ઉપાય કયો છે તે વિશે ઘણી ગુંચવણ છે. તેથી તમારે કેટલીક સ્પષ્ટતા સમજી લેવી જોઈએ.

એક્સપ્રેસ એન્ટ્રી (Express Entry) અને PNPમાં કઈ વાત ખાસ છે?

એક્સપ્રેસ એન્ટ્રી એ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ છે જેમાં સ્કીલ્ડ વર્કર્સની પીઆરની અરજી પ્રોસેસ કરવામાં આવે છે. તેમાં કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્મટ એટલે કે CRSના આધારે ઉમેદવારની છણાવટ થાય છે. તેમાં ઉમેદવારની ઉંમર, શિક્ષણ, ભાષાની આવડત, વર્ક એક્સપિરિયન્સ વગેરેના આધારે પોઈન્ટ અપાય છે. IRCC દ્વારા દર પખવાડિયે એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રો થાય છે જેમાં પર્મેનન્ટ રેસિડન્સી (Canada PR) માટે ઉમેદવારો પાસે અરજી મગાવાય છે.

બીજી તરફ PNPમાં કેનેડાના પ્રોવિન્સ અને ટેરીટરી દ્વારા સ્કીલ્ડ વર્કર્સને નોમિનેટ કરવામાં આવે છે જે સ્થાનિક ઈકોનોમીને વેગ આપી શકે. પ્રોવિન્શિયલ નોમિનેશન મળે તો PR મળવાની શક્યતા વધી જાય છે. સ્કીલ્ડ વર્કર્સ માટે આ સારો વિકલ્પ છે.

વધારે ફાયદો શેમાં થાય?

સ્કીલ્ડ વર્કરે કેનેડા જવું હોય તો તે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ (Express Entry Program) અને PNP સિસ્ટમ બંનેમાં એક સાથે અરજી કરી શકે છે. તેનાથી પીઆર મળવાની શક્યતા પણ વધી જાય છે. ઉપર જણાવ્યું તેમ એક્સપ્રેસ એન્ટ્રી એ પોઈન્ટ આધારિત સિસ્ટમ છે. તેથી તેમાં નીચું રેન્કિંગ આવે તો પીએનપી સ્ટ્રીમમાં અરજી કરીને પોતાનો સ્કોર વધારી શકે છે. કારણ કે પ્રોવન્સ કે ટેરીટરી દ્વારા નોમિનેશન મળશે તો તેનને CRS માટે સીધા 600 પોઈન્ટ મળી જશે અને ITA મેળવવાનો ચાન્સ વધી જશે. બંને માટે એક સાથે અરજી કરવાથી ઉમેદવારની સ્પર્ધાત્મકતા અને ચાન્સ બંને વધે છે.

બંને પ્રોગ્રામ હેઠળ કેનેડામાં સેટલ થઈ શકાય?

કેનેડિયન નાગરિકો અને પીઆર બંનેને કેનેડામાં ગમે ત્યાં મુક્ત રીતે ફરવાનો, કોઈ પણ પ્રોવિન્સમાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર હોય છે. પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામ હેઠળ પીઆર મેળવવાથી તે પ્રોવિન્સમાં રહેવાની કાનૂની ફરજ હોતી નથી, છતાં પ્રામાણિકતાથી માહિતી આપવી જરૂરી છે. તેની તુલનામાં ફેડરલ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામમાં વધારે ફ્લેક્સિબિલિટી રહે છે. તમે ગમે તે પ્રોવન્સમાં રહી શકો છો. પરંતુ ક્યુબેક (Quebec) તેમાં અલગ છે કારણ કે તેની પોતાની ઈમિગ્રેશન સિસ્ટમ છે.

Related posts

કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો

aapnugujarat

अनुच्छेद 370 हटाकर केन्द्र ने जमूरियत का दिल जीता : जितेन्द्र सिंह

aapnugujarat

योगी आदित्यनाथ के बाद शिवराज तोड़ेंगे अंधविश्वास : अशोक नगर जाएंगे जहां जाने से सीएम कतराते रहे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1