Aapnu Gujarat
રમતગમત

ટી૨૦ મહિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે

ટીમ ઈન્ડિંયા પાંચમી વખત મહિલા ટી૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી છે. હવે સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. આ ગ્રુપમાંથી ઈંગ્લેન્ડની ટીમ પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ પહેલા વર્ષ ૨૦૨૦ની ફાઇનલમાં તેણે ભારતીય ટીમને જ હરાવ્યું હતું. ટીમ ઈન્ડિંયાની નેટ રન રેટ ૦.૨૯૦ છે. આ પહેલા ગ્રુપ-બીમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિંયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
ટીમ ઈન્ડિંયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ ૮૭ રન રન કર્યા હતા. આ તેની ટી૨૦ ઈન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ હતી. આયર્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વરસાદને કારણે રમત બંધ થઈ ત્યાં સુધીમાં આયર્લેન્ડે ૮.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૫૪ રન કર્યા હતા. વરસાદને કારણે રમત અટકાવવામાં આવી હતી. આયર્લેન્ડને ૮.૨ ઓવરમાં ૫૯ રન બનાવવાના હતા. ડકવર્થ-લુઈસ પદ્ધતિથી આયર્લેન્ડ પાંચ રન પાછળ હતું અને તે નિર્ણાયક સાબિત થયું અન ટીમ ઈન્ડિંયાએ આયર્લેન્ડને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી પાંચ રનથી હરાવ્યું હતુંટીમ ઈન્ડિંયા ક્રિકેટ મહિલા ટી૨૦ વર્લ્ડકપની પાંચમી વખત સેમિફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૮ અને ૨૦૨૦માં સેમિફાઈનલમાં પહોંચી હતી. આ અગાઉ વર્ષ ૨૦૨૦માં છેલ્લી આવૃત્તિમાં ટીમ ઈન્ડિયા રનર્સ અપ રહી હતી. તેને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો.

Related posts

વિરાટના ફેમિલીએ આ લઇ લીધો મહત્વનો નિર્ણય, નહિ તો આજે વિરાટ પાકિસ્તાનની ટીમમાં રમતો હોત

aapnugujarat

સ્મૃતિ મંધાનાને ‘શિવ છત્રપતિ એવોર્ડ’થી સમ્માનિત કરાશે

aapnugujarat

Jaspreet Bumrah ટી૨૦ ક્રિકેટમાં ૨૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1