Aapnu Gujarat
રમતગમત

Jaspreet Bumrah ટી૨૦ ક્રિકેટમાં ૨૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સનરાઇઝર્સ સામે મુકાબલા દરમિયાન એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટી૨૦ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહે ૨૫૦ વિકેટ પૂરી કરી લીધી છે અને તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય છે.
આઈપીએલ-૨૦૨૨માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચમાં બુમરાહે એક વિકેટ ઝડપી હતી. આ તેની ટી૨૦ ક્રિકેટમાં ૨૫૦મી વિકેટ હતી. જસપ્રીત બુમરાહે વોશિંગટન સુંદરને બોલ્ડ કરી ટી૨૦ ક્રિકેટમાં પોતાની વિકેટનો આંકડો ૨૫૦ પર પહોંચાડ્યો હતો.
ભારતના સ્ટાર બોલર બુમરાહે અત્યાર સુધી ૨૦૬ ટી૨૦ મેચ રમી છે, જેમાં તેના નામે ૨૫૦ વિકેટ છે. બુમરાહે આ ટી૨૦ મેચ મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત અને ભારત માટે રમી છે.

જસપ્રીત બુમરાહે પોતાની ૨૫૦મી વિકેટ પૂરી કરી ત્યારે ગ્રાઉન્ડ પર તેની પત્ની અને ટીવી પ્રેઝેન્ટર સંજના ગણેશન પણ હાજર હતી. ટીવી સ્ક્રીન પર તેનું રિએક્શન પણ દેખાડવામાં આવ્યું હતું. જસપ્રીત બુમરાહે આ સીઝનમાં કુલ ૧૩ મેચમાં ૧૨ વિકેટ ઝડપી છે અને તે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં એક છે.

Related posts

કોરોના રસી નહીં લેનાર જોકોવિચ યુએસ ઓપનમાંથી બહાર

aapnugujarat

धवन हो सकते हैं टीम इंडिया से बाहर….!, 3 मैचों में बनाए 27 रन

aapnugujarat

આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈટ ટુ ફિનિશ જંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1