Aapnu Gujarat
રાષ્ટ્રીય

મનીષ સિસોદિયાની મુશ્કેલીવધી, ‘જાસૂસી કેસ’માં ગૃહ મંત્રાલયે આપી કેસ ચલાવવાની મંજૂરી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી છે. નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના મામલામાં ઈડી અને સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા મનિષ સિસોદિયા સામે વધુ એક કેસ ચાલશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયા સામે ‘ફીડબેક યુનિટ’ (FBU) દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.

ફીડબેક યુનિટ દ્વારા વિરોધ પક્ષો અને નેતાઓની કથિત જાસૂસીના કેસમાં વધુ તપાસ માટે, સીબીઆઈએ મનીષ સિસોદિયા અને અન્યો સામે કેસ દાખલ કરવા માટે લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મંજૂરી માંગી હતી. સીબીઆઈની વિનંતી ધરાવતી ફાઈલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિને મોકલી હતી. હવે ગૃહ મંત્રાલય (MHA)એ CBIને જાસૂસી કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને અન્યો સામે કેસ નોંધવાની મંજૂરી આપી દીધી છે.
આપને જણાવીએ કે, વર્ષ 2015માં દિલ્હી સરકારે ફીડબેક યુનિટની રચના કરી હતી. જે દરેક વિભાગના ભ્રષ્ટાચાર પર નજર રાખતું હતુ. જે અંગે સરકાર પર આરોપ લગાવાયો હતો કે, તેઓ આનાથી વિપક્ષના કામો પર નજર રાખી રહ્યા છે. 2016માં તકેદારી વિભાગના તત્કાલીન ડેપ્યુટી સેક્રેટરી એસ મીણા દ્વારા આ મામલાની CBI સોંપીને તપાસ શરૂ કરી હતી. એફબીયુમાં નિવૃત્ત અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેવા વિભાગ લેફ્ટનન્ટ ગવર્નર પાસે હોવાથી, સીબીઆઈનો દાવો છે કે ફીડબેક યુનિટ માટે ભરતી એલજીના ધ્યાન પર લાવ્યા વિના કરવામાં આવી હતી.

સીબીઆઈની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે, એફબીયુની સ્થાપના અને સંચાલનની સાથે સાથે ફંડસ અંગે પણ ઘણી અનિયમિતતા દાખવાવમાં આવી છે. વિજલન્સ વિભાગ અંતર્ગત બનેલા આ યુનિટને સેક્રેટરી વિજિલન્સ વિભાગને રિપોર્ટ કરવાનો હતો પરંતુ એફબીયુએ ક્યારેય સેક્રેટરીને રિપોર્ટ કર્યો નથી.

સીબીઆઈની પ્રાથમિક તપાસમાં એવો પણ ગંભીર આરોપ લગાવાયો હતો કે, આ વિભાગ દ્વારા બનાવેલા ફીડબેક યુનિટનું કામ દિલ્હી સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો સાથે સંબંધિત માહિતી અને સૂચનો એકત્રિત કરવાનું હતું. પરંતુ ફીડબેક યુનિટે આમ આદમી પાર્ટી માટે મંત્રાલયો અને વિભાગો પાસેથી ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે કામ કર્યું હતું.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ 12 જાન્યુઆરી, 2023 ના રોજ તકેદારી વિભાગને એક અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 6 લોકો સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને વિવિધ કલમો હેઠળ કેસ નોંધવા માટે ઉપરાજ્યપાલની મંજૂરી માંગી હતી. આઈ.પી.સી. લેફ્ટનન્ટ ગવર્નરે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિને મનીષ સિસોદિયા અને અન્યો સામે કેસ નોંધવાની સીબીઆઈની વિનંતી મોકલી હતી.

Related posts

માઓવાદી લિંક પર ધરપકડ સંદર્ભે રાજકીય ઘમસાણ શરૂ

aapnugujarat

यूपी पुलिस दुनिया की सबसे बेहतर पुलिस : डीजीपी

aapnugujarat

કેન્દ્રની બેંક કર્મચારીઓને પગારમાં ૩૦ ટકા સુધી પેન્શનની ભેટ

editor

Leave a Comment

UA-96247877-1