Aapnu Gujarat
બિઝનેસ

સુપ્રીમ કોર્ટે RIL સાથે સંબંધિત કેસની ઝડપી સુનાવણી માટેની અરજી પર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત એક કેસની ઝડપી સુનાવણી માટેની અરજી પર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે, આના કારણે ’આસમાન નહીં ગિર જાયેગા’. કૃષ્ણા-ગોદાવરી બેસિનના ડી૬ બ્લોકમાં ૪૦૦ મિલિયન ડોલરના કુદરતી ગેસની શોધ સાથે સંબંધિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપી એક્સ્પ્લોરેશન અને નિકો રિસોર્સિસ વચ્ચેના વિવાદમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કાર્યવાહી શરૂ થવાની છે પરંતુ તે પહેલા કેન્દ્ર સરકારે આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં ઘસીટ્યો છે. આરઆઇએલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ સીજેઆઇ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ સમક્ષ આરઆઇએલ અને બે વિદેશી કંપનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થનારી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાને રોકવા માટે સરકાર દ્વારા અંતિમ સમયમાં ઉઠાવવામાં આવેલા પગલા અને રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. સાલ્વેએ કહ્યું કે, યુકે અને ઓસ્ટ્રેલિયાના બે મધ્યસ્થો સાથે-સાથે વિદેશી કંપનીઓના નિષ્ણાતો ભારતમાં છે, પરંતુ સરકાર દ્વારા નામાકિંત મધ્યસ્થ પૂર્વ સીજેઆઇ વીએન ખરે તેમના માટે માયાવી સાબિત થઈ રહ્યા છે. જેના કારણે ૧૧ વર્ષ જૂના વિવાદના નિરાકરણ પર સવાલો ઉઠી રહ્યા છે. બંગાળની ખાડીમાં સ્થિત કેજી ડી૬ બ્લોકના ધીરુભાઈ-૧ અને ૩ અન્ય ગેસ ક્ષેત્રોમાંથી કુદરતી ગેસનું ઉત્પાદન ૨૦૧૦માં એટલે કે, બીજા વર્ષથી જ કંપનીના અંદાજ કરતાં ઓછું થવા લાગ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં પોતાના અંદાજિત સમયથી ઘણુ પહેલા જ ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું. સરકારે કંપની પર આ ઘટના માટે મંજૂર વિકાસ યોજનાનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો અને ૩ બિલિયનથી વધુના ખર્ચનો અસ્વીકાર કર્યો હતો. કંપનીએ આનો વિરોધ કર્યો હતો અને સરકારને મધ્યસ્થતામાં ઘસીટી હતી. સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એકે ગાંગુલીએ જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટના સિંગલ બેંચના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં બે મધ્યસ્થીઓ સામે પક્ષપાતના સરકારના આરોપને ફગાવી દેવાની અપીલ પેન્ડિંગ છે. અને જો મધ્યસ્થતા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવે છે તો ’આકાશ તો નહીં ગિર જાયેગા’ પરંતુ તેના સામાન્ય જનતા માટે ગંભીર પરિણામો આવશે. આ અંગે સીજેઆઇ બેન્ચે કહ્યું કે, જો સરકાર આ રીતે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાને વિફળ કરશે તો આફત આવી જશે. અમે કહી રહ્યા છીએ કે, ભારતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે વાણિજ્યિક વિવાદોના નિરાકરણને ઝડપી બનાવવા માટે અમને એક વૈકલ્પિક તંત્રના રૂપમાં મધ્યસ્થતાને પ્રોત્સાહિત કરવી જોઈએ પરંતુ આ શું છે? શું વિદેશી રોકાણકારોને વ્યાપાર હેતુ માટે ભારતમાં આવવા માટે પ્રોત્સાહિત કરવાનો આ યોગ્ય માર્ગ છે?

Related posts

શિપિંગ મંત્રાલયે ૧ લાખથી વધુ ખલાસીગણ (ક્રૂ) માટે પરિવર્તનની પ્રક્રિયા ભારતીય બંદર અને ચાર્ટર્ડ ફ્લાઈટ્‌સ દ્વારા સુગમ બનાવી

editor

૨૦૧૭માં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનું બમણું રોકાણ

aapnugujarat

FPI દ્વારા ૧૫૫૦૦ કરોડ એપ્રિલમાં પાછા ખેંચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1