Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશની વધતી અર્થવ્યવસ્થા કેટલાક લોકોને નથી પચતી : NIRMALA SITHARAMAN

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં વિપક્ષ પર આકરુ નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ છે અને સંસદમાં બેસેલા અમુક લોકોને આ હજમ થઈ રહ્યુ નથી. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યુ કે સંસદમાં બેસેલા અમુક લોકોને વધતી અર્થવ્યવસ્થાને જોઈ ઈર્ષ્યા થઈ રહી છે.
નાણામંત્રીએ ભારતીય ચલણમાં આવી રહેલા ઘટાડાનો બચાવ કરતા કહ્યુ કે અમેરિકી ડોલર સિવાય ભારતીય ચલણ વિશ્વની અન્ય તમામ કરન્સીની સરખામણીએ મજબૂત થઈ રહ્યુ છે. રિઝર્વ બેન્ક વિદેશી વિનિમય અનામતનો ઉપયોગ કરીને આને ડોલરની સરખામણીએ વધારે કમજોર થવાથી પણ બચાવી રહ્યા છે. ડોલરની સરખામણીએ રૂપિયામાં આવેલો ઘટાડો આપણી કમજોરી નથી કેમ કે અત્યારે વિશ્વભરની ચલણની હાલત ખૂબ ખરાબ છે જ્યારે રૂપિયો તેમની સરખામણીએ મજબૂત થયો છે. રિઝર્વ બેન્ક એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે ડોલરની સરખામણીએ ભારતીય ચલણમાં વધારે કમજોરી ન આવે તે તેમાં સફળ પણ થઈ છે.
નાણા મંત્રીએ કહ્યુ, આ ખૂબ દુઃખદ છે કે સંસદમાં અમુક લોકો દેશની વધતી અર્થવ્યવસ્થાને જોઈ ઈર્ષ્યા કરે છે.
ભારત અત્યારે વિશ્વમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બની છે, પરંતુ વિપક્ષને આનાથી સમસ્યા છે. તમામ ભારતના વિકાસ પર ગર્વ કરે છે જ્યારે અમુક લોકો આની મજાક બનાવી રહ્યા છે.

Related posts

ભાજપ નક્સલવાદીઓ કરતા વધુ ખતરનાક : મમતા

editor

TN Govt desire on banning social media video app, TikTok

aapnugujarat

कश्मीर से विस्थापित पंडितों को फिर वहां बसाने का प्लान : राम माधव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1