Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસે પાંચમી યાદી કરી જાહેર, ૬ ઉમેદવારોનો કરાયો સમાવેશ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ૬ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં ૪૩ નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં ૪૬ અને ત્રીજી યાદીમાં ૭ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગઈકાલે શનિવારે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી હતી અને જેમા કુલ ૯ નામો જાહેર કર્યા હતા. અને આજે પાંચમી યાદીમાં ૬ નામો જાહેર કર્યા છે. આમ ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ ૧૧૦ ઉમેદવારો જાહેર કર્યા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ૨૦૧૭ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.

Related posts

રાહુલે શહીદની બેટીની વ્યથા શાંતિથી સાંભળી ખાતરી આપી

aapnugujarat

UKનાં વિઝા ના મળતાં ચરોતરના યુવકે જીવન ટૂંકાવી લીધું

aapnugujarat

હવે લોભામણી સ્કીમોની લાલચ આપી છેતરનારા સામે કાર્યવાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1