Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારના અરરિયામાં સગીરાની બળાત્કાર બાદ હત્યા

બિહારમાં એક સગીર બાળકીની રેપ બાદ હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના અરરિયા જિલ્લાના રાનીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુરની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે છોકરીનો મૃતદેહ સોમવારે સવારે મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, જિતિયા મેળો જોવા ગયેલી છોકરી જ્યારે સવાર સુધી ઘરે પરત ન ફરી તો છોકરીની શોધ ચાલું કરી હતી. આ દરમિયાન તેનો મૃતદેહ સોમવારે ઘરની બાજુના ખેતરમાંથી નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો હતો.
પ્રથમ નજરે આ મામલો પ્રાથમિક દુષ્કર્મ અને હત્યાનો પ્રતીત થઈ રહ્યો છે. પીડિત બાળકીના પરિવારજનોનું કહેવું છે કે, બાળકી સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને રેપ બાદ તની નિર્દય હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ મામલાની તપાસ માટે ઘટના સ્થળે પહોંચી છે. આ મામલે અરરિયાના એસડીપીઓ પુષ્કર કુમારે જણાવ્યું કે, બાળકીની હત્યા થઈ છે અને તપાસ માટે મેડિકલ બોર્ડનું ગઠન કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે અને ગામના લોકોમાં આક્રોશ છે.

Related posts

કર્ણાટક ચૂંટણી : નેતાઓ પૈસા અને ઘડિયાળો વહેંચી રહ્યા છે

aapnugujarat

મનસે કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઘૂસી તોડફોડ કરી

aapnugujarat

રાફેલની સોદાબાજીને લઇ આક્ષેપબાજી શરમજનક : સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1