Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં મંગેતરની સામે છોકરી પર ગેંગરેપ

મંગેતર સાથે મંદિરે ગયેલી ૧૭ વર્ષની છોકરી પર છ લોકોએ ગેંગરેપ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં સામે આવી છે. હેવાનોએ પીડિતાના મંગેતરને ફટકારીને તેને ગેંગરેપ જોવાની પણ ફરજ પાડી હતી. આ મામલે પોલીસે પાંચ શકમંદોને રાઉન્ડ-અપ કર્યા છે જેમાંથી બેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાનું રેવાના એસપી નવનીત ભસીને જણાવ્યું હતું. બે આરોપીને રવિવારે સાંજે મુંબઈથી પકડવામાં આવ્યા હતા.
જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમ અન્ય એક કેસની તપાસમાં મુંબઈમાં જ હતી. તેના દ્વારા જ ગેંગરેપના બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા. આરોપીઓ સામે કડક પગલાં લેતા સ્થાનિક તંત્ર દ્વારા તેમના ગેરકાયદે મકાન પર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું. ગેંગરેપનો ભોગ બનેલી છોકરી અને તેના પરિવારજનો શરુઆતમાં ફરિયાદ નોંધાવાથી અચકાઈ રહ્યા હતા, પરંતુ પોલીસે કાઉન્સેલિંગ કરતા તેઓ તેના માટે તૈયાર થયા હતા.
શનિવાર બપોરની આ ઘટના અષ્ટભુજી મંદિરની પાછળના ભાગમાં બની હતી. મંદિરે દર્શન કરી છોકરી અને તેનો મંગેતર જંગલમાં ફરવા નીકળી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરી અને તેનો મંગેતર નજીકના જ એક ગામના રહેવાસી છે. છોકરી ૧૮ વર્ષની થઈ જાય ત્યારબાદ તેમના લગ્ન પણ થવાના હતા.
ગેંગરેપનો ભોગ બનેલી છોકરી હજુય આઘાતમાં છે. શનિવારે સવારે તેનો મંગેતર તેના ઘરે આવ્યો હતો, જ્યાંથી બંને મંદિરે જવા નીકળ્યા હતા. તેઓ જંગલમાં ફરી રહ્યાં હતાં ત્યારે છ અજાણ્યા શખસોએ તેમનો રસ્તો રોક્યો હતો. પીડિતાના મંગેતરને પકડીને માર મારવામાં આવ્યો તહો અને ત્યારબાદ બંનેને ઢસડીને ગાઢ જંગલમાં લઈ જવાયા હતા જ્યાં છોકરી પર રેપ કરાયો હતો.
છોકરી અને તેનો મંગેતર પોતાને છોડી દેવા માટે સતત કાકલૂદી કરી રહ્યા હતા, પરંતુ તેની હવસખોરો પર કોઈ અસર નહોતી પડી. તેમણે કપલને ધમકી આપી હતી કે જો ચીસાચીસ કરી તો બંનેને જાનથી મારી નાખવામાં આવશે. એક કલાક સુધી છોકરી પર બળાત્કાર કર્યા બાદ તમામ બળાત્કારી ત્યાંથી નીકળી ગયા હતા, અને જતાં-જતાં પણ તેમણે છોકરીને આ ઘટના અંગે ચૂપ રહેવા કહ્યું હતું.
આ મામલે જો પોલીસ ફરિયાદ થઈ તો બંને પરિવારની ઈજ્જત ધૂળધાણી થઈ જશે તેવા ડરે તેમણે ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું. જોકે, પોલીસ સુધી ઘટનાના સમાચાર પહોંચી જતાં પોલીસની ટીમ સામે ચાલીને પીડિતાના ઘરે પહોંચી હતી. મહિલા પોલીસકર્મીઓએ કાઉન્સેલિંગ કર્યા બાદ છોકરી અને તેના પરિવારજનો ફરિયાદ કરવા માટે તૈયાર થયા હતા.

Related posts

ભારતીય પાસપોર્ટની તાકાત ઘટી ગઈ !

aapnugujarat

આરએસએસનું સંગઠન મોદી સરકારના બજેટથી નારાજ, દેશભરમાં કરશે પ્રદર્શન

aapnugujarat

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી રદ કરવા સુપ્રીમનો ઈન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1