Aapnu Gujarat
મનોરંજન

આલિયાની ગોદભરાઈ માટે સ્પેશિયલ પાર્ટીની શરૂ થઇ તૈયારીઓ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના અઢી મહિના બાદ જ આલિયા પ્રેગ્નેન્ટ છે તેવી માહિતી સામે આવી હતી અને ફેન્સ આ સરપ્રાઈઝથી ચોંકી ઉઠ્‌યા હતા. આ સુપરસ્ટાર કપલે ૧૪ એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા અને ૨૭ જૂને આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને પ્રેગ્નેન્સીની ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી. રણબીર અને આલિયાની રિસન્ટ રિલીઝ બ્રહ્માસ્ત્ર સફળ રહી છે અને મેકર્સની સાથે આ કપલ પણ ખુશી માનવી રહ્યા છે. ટૂંક સમયમાં પ્રેગ્નેન્ટ આલિયાની ગોદભરાઈ ઈવેન્ટ યોજાવાની છે અને તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આલિયાની માતા સોની રાઝદાન અને સાસુમા નીતુ કપૂર સ્પેશિયલ ગોદભરાઈ ફંક્શનની તૈયારી કરી રહ્યા છે. જેમાં ફક્ત મહિલાઓને જ આમંત્રણ આપવામાં આવશે. આલિયાના બોલિવૂડ મિત્રો શાહિન ભટ્ટ, કરિના કપૂર, કરિશ્મા કપૂર, આકાંશા રંજન, અનુષ્કા રંજન, નવ્યા નંદા, શ્વેતા બચ્ચન, આરતી શેટ્ટીને ઈન્વિટેશન મોકલવામાં આવ્યું છે. આ સાથે જ, આલિયાની બાળપણની મહિલા મિત્રોને પણ આ પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પાર્ટીનું થીમ બેઝડ ડેકોરેશન પણ કરવામાં આવશે અને તેની બધી જ જવાબદારી નીતુ કપૂર અને સોની રઝાદાને ઉઠાવી લીધી છે. આ પાર્ટી ક્યાં અને ક્યારે યોજાશે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ને લોકોએ વખાણી છે અને કરોડો રૂપિયાનું કલેક્શન થઈ રહ્યું હોવાના દાવા રજૂ થઈ રહ્યા છે. સક્સેસ મળવા છતાં આ ફિલ્મની કાસ્ટ દેશભરમાં ફરીને ફિલ્મને પ્રમોટ કરી રહી છે. બેબી બમ્પ સાથે વિવિધ જગ્યાએ ફરી રહેલી આલિયાની તેનો પતિ રણબીર પણ સ્પેશિયલ કેર કરતો નજર આવી ચૂક્યો છે. બાળકના જન્મ બાદ, નાનકડો બ્રેક લઈને આલિયા કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું શૂટિંગ શરુ કરશે. જેમાં તેની સાથે રણવીર સિંહ નજર આવશે.

Related posts

हाउसफुल-4 में आवाज का जादू बिखेरेंगे अक्षय

aapnugujarat

ટાઇગર હહોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે

aapnugujarat

डायना पेंटी ने फैशन शो के डिजिटलाइजेशन पर की बात

editor

Leave a Comment

UA-96247877-1