Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૧૯માં ગુમાવેલી ૧૪૪ બેઠક પર વિજય માટે વ્યૂહ રચના ઘડતા શાહ-નડ્ડા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં હારેલી લોકસભાની ૧૪૪ સીટો માટે રણનીતિ તૈયાર કરી છે. મિશન ૨૦૨૪ની તૈયારી કરી રહેલ ભાજપે આ બેઠકોની જવાબદારી સંભાળતા કેન્દ્રીય મંત્રીઓ પાસેથી મળેલા પ્રતિસાદના આધારે મંથન કર્યું છે.
ભાજપના હેડક્વાર્ટરમાં યોજાયેલી મહત્વની બેઠકમાં ગૃહમંત્રી શાહે આમાંથી ઓછામાં ઓછી અડધી બેઠકો જીતવાનો આગ્રહ રાખ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કોઈ પણ સીટ જીતવી મુશ્કેલ નથી. શાહે આ અભિયાનમાં સામેલ મંત્રીઓને સલાહ આપતા કહ્યું હતું કે, સંગઠનના કારણે જ સરકાર છે અને સંગઠન સરકાર કરતાં મોટું છે. ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હારેલી ૧૪૪ બેઠકોને વિવિધ જૂથોમાં વહેંચીને એક ડઝનથી વધુ કેન્દ્રીય મંત્રીઓને તેમની જવાબદારી સોંપી હતી. સાથે જ આ બેઠકમાં સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, અનુરાગ સિંહ ઠાકુર, સ્મૃતિ ઈરાની, અશ્વિની વૈષ્ણવ અને અન્ય નેતાઓ હાજર હતા.

Related posts

ડીએમકે નેતા કાનીમોઝીના આવાસ ઉપર દરોડા

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : દલિત વોટ મેળવવા માટે અનેક પડકારો

aapnugujarat

राष्ट्रपति चूनाव : कोविंद ने नामांकन भरा, मोदी मौजूद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1