Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમારા લોહીથી બની હતી કોંગ્રેસ પાર્ટી, કમ્પ્યૂટરથી નહીં : ગુલામ નબી આઝાદ

કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુની સૈનિક કોલોનીમાં પોતાની પ્રથમ રેલી કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને તે નેતાઓનો આભાર માન્યો, જેમણે તેનો સાથ આપ્યો છે. આ સાથે આઝાદે આજથી પોતાની નવી રાજકીય યાત્રા શરૂ કરી છે. ગુલામ નબી આઝાદે પોતાના સંબોધન દરમિયાન નવી પાર્ટી બનાવવાનો સંકેત પણ આપી દીધો છે. ગુલામ નબી આઝાદે જનસભામાં કોંગ્રેસના હલ્લા બોલ કાર્યક્રમ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકો હવે બસોમાં જેલ જાય છે, તે ડીજીપી, કમિશ્નરોને બોલાવે છે, પોતાનું નામ લખાવે છે અને એક કલાકની અંદર ચાલ્યા જાય છે. આ કારણ છે કોંગ્રેસ વિકસિત થઈ શકી નથી.
ગુલામ નબીએ કહ્યુ કે તેમણે પાર્ટી માટે ૫૦ વર્ષ સુધી કામ કર્યું છે. તેમણે કહ્યું- આજે હું કંઈ નથી છતાં રાજ્યની જનતા પાસેથી આટલો પ્રેમ મળી રહ્યો છે. મારા કારણે ઘણા લોકોએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. તમારા બધાનો આભાર વ્યક્ત કરૂ છું, તમે મને આટલો પ્રેમ અને સમર્થન આપ્યું છે.
તેમણે પાર્ટી પર નિશાન સાધતા કહ્યુ, કોંગ્રેસ અમે બનાવી છે. અમારા લોહી પરસેવાથી બનાવી છે. તે કમ્પ્યૂટરથી બની નથી, ટિ્‌વટરથી બની નથી, મેસેજથી બની નથી. જે અમને બદનામ કરે છે તેની રીચ માત્ર ટિ્‌વટર પર, કમ્પ્યૂટર પર અને મેસેજ પર છે. અલ્લાહને દુઆ કરૂ છું કે અમને જમીન મળે અને તેને એટલે કોંગ્રેસને ટ્‌વીટ મળે.
૭૩ વર્ષના ગુલામ નબી આઝાદે ૨૬ ઓગસ્ટે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામા બાદ કહ્યું હતું કે તેમને તેનું ઘર (કોંગ્રેસ) છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. નબીના રાજીનામા બાદ ઘણા કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા પાર્ટી છોડી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ૮ પૂર્વ મંત્રી, એક પૂર્વ સાંસદ, ૯ ધારાસભ્યો સહિત અનેક નેતાઓએ પાર્ટી છોડી દીધી છે.

Related posts

દસ રાજ્યોમાં પીએમએવાય હેઠળ ૨.૬૭ લાખથી વધુ ઘરો બનશે

aapnugujarat

अमेठी में ट्रक-बाेलेरो भिड़े, 5 लोगों की मौत

aapnugujarat

મધ્યપ્રદેશ : બોગસ મતદાર મામલે ચાર ટીમોની રચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1