Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપ સત્તા પર આવ્યો ત્યારથી નફરત અને ગુસ્સો વધ્યો છે : રાહુલ

દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોંઘવારી સામે હલ્લાબોલ કર્યું, જેમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાકીને કહ્યું કે વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. દેશમાં માત્ર બે ઉદ્યોગપતિઓનો કબજો છે. આજે દેશ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મીડિયાથી લઈને અન્ય સંસ્થાઓ પર સરકારની દખલ વધી રહી છે. તેમણે એ પણ જણાવ્યું કે ભારત જોડો આંદોલનની શા માટે જરુર પડી.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની હાલત બધા જોઈ રહ્યા છે. જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી દેશમાં નફરત અને ક્રોધ વધી રહ્યો છે. નફરત કોને થાય છે. નફરત ડરનું જ એક સ્વરૂપ છે. આજે મોંઘવારી, બેરોજગારીનો ડર વધી રહ્યો છે. ભાજપ અને આરએસએસના નેતા દેશને વહેંચી રહ્યા છે અને જાણી જોઈને ભય ઉભો કરી રહ્યા છે. તેઓ કોના માટે અને શા માટે કરે છે. આ નફરતથી કોને ફાયદો મળે છે? શું આ ડરનો ફાયદો સામાન્ય જનતાને થઈ રહ્યો છે? રાહુલ ગાંધીએ પાછલા ૮ વર્ષમાં બે ઉદ્યોગપતિ ફાયદો ઉઠાવી રહ્યા છે. બીજા ઉદ્યોગપતિઓને પણ પૂછી લો. નોટબંધીમાં શું થયું તે બધાએ જોયું છે. ખેડૂતોનો કાયદો કોના માટે હતો, ભારતના ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા અને તેમણે પોતાની તાકાત બતાવી હતી. ખેડૂતોની તાકાત જોઈને વડાપ્રધાન મોદીએ કાયદો પરત લેવો પડ્યો હતો. ભાજપે હિન્દુસ્તાનની હાલત આવી કરી દીધી છે. આજે જેઓ બેરોજગાર દેખાય છે તેઓની સંખ્યા આવનારા સમયમાં વધશે.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછે છે કોંગ્રેસે ૭૦ વર્ષમાં શું કર્યું છે? અમે એ કહીએ છીએ કે અમે આવી મોંઘવારી ક્યારેય બતાવી નથી. વિપક્ષ જ્યારે આ વાતોને સંસદમાં ઉઠાવવા માગે છે તો મોદી સરકાર તેમની બોલતી બંધ કરી દે છે. ટીવી અને અખબારમાં તેમની દખલ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રા જરુરત એટલા માટે પડી કારણ કે અમે જનતાની વચ્ચા જવા માગીએ છીએ. કારણ કે મીડિયા પર તેમનું નિયંત્રણ છે અને સંસદમાં અમને બોલવા દેવામાં આવતા નથી, જેના માટે અમારે યાત્રા કરવી પડશે.

Related posts

दिल्ली से अलकायदा का संदिग्ध आतंकी गिरफ्तार हुआ

aapnugujarat

IL&FSમાં પ્રોવિડંડ ફંડના હજારો કરોડ ફસાયા : રિપોર્ટ

aapnugujarat

अजब शरद का गजब पावर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1