Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૨૧માં દેશમાં સૌથી વધુ લોકોએ આત્મહત્યા કરી

દેશમાં આત્મહત્યા દ્વારા મૃત્યુના જે આંકડા સામે આવ્યા છે, તે ખૂબ જ ચોંકાવનારા છે. દ્ગઝ્રઇમ્ના નવા રેકોર્ડ મુજબ, વર્ષ ૨૦૨૧માં દર ૧૦ લાખ લોકો પર ૧૨૦ લોકોએ આત્મહત્યા કરી હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૬.૧ ટકા વધી હતી. મૃત્યુના આ કેસ પાછલા તમામ વર્ષોમાં સૌથી વધુ છે. આ કેસોમાં સૌથી વધુ વધારો વિદ્યાર્થીઓ અને નાના ઉદ્યોગસાહસિકોમાં જોવા મળ્યો હતો, જે રિપોર્ટની ૨૦૨૦ આવૃત્તિમાં પણ જોવા મળ્યોહતો. આ તારણો ભારતમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યા અને ભારતમાં અપરાધ પરના ૨૦૨૧ના અહેવાલમાંથી છે.બંનેને કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ દ્ગઝ્રઇમ્ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ડેટા દર્શાવે છે કે, ૨૦૨૧ માં કુલ ૧૬૪,૦૩૩ લોકો આત્મહત્યાને કારણે મૃત્યુ પામ્યા હતા, જે ૨૦૨૦ કરતા ૭.૨ ટકા વધુ છે. આવા સમયે, વર્ષ૨૦૨૦ માં ૧૫૩,૦૫૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવા સમયે, ૨૦૧૯ માં આ આંકડો લગભગ ૧૩૯,૦૦૦ હતો. આ ઉપરાંત ૧૦ લાખની વસ્તીદીઠ ૧૨૦ મૃત્યુ થયા હતા. ૨૦૨૧માં પણ ૧૯૬૭માં જેમ આત્મહત્યાના મૃત્યુનો સૌથી વધુ દર જોવા મળ્યો હતો. દેશમાં આત્મહત્યાનો બીજો સૌથી વધુ દર ૨૦૧૦માં નોંધાયો હતો, જ્યારે પ્રતિ મિલિયન વસ્તીએ ૧૧૩ મૃત્યુ હતા. ડેટા એ પણ દર્શાવે છે કે,સૌથી ઓછી આવક ધરાવતા જૂથો (દર વર્ષે ૧ લાખથી ઓછી કમાણી કરતા લોકો) આત્મહત્યાના મૃત્યુમાં લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવેછે અને તે સૌથી વધુ છે.

Related posts

નકસલીઓ સાથે મધ્યસ્થતા કરવા માટે ઈચ્છુક છે : અન્ના

aapnugujarat

70 साल में सबसे खराब दौर में भारतीय अर्थव्यवस्था : नीति आयोग

aapnugujarat

ખતરનાક બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની માંગણી, મધ્યપ્રદેશ-કેરળ સરકારે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1