Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબ સરકારે ૫ મહિનામાં ૨૦૦થી વધુ ભ્રષ્ટાચારીઓની ધરપકડ કરી

આમ આદમી પાર્ટીનુ કહેવુ છે કે પંજાબમાં સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે આપ સરકારે ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ માટે અભિયાન શરૂ કર્યુ છે. એક સત્તાવાર નિવેદનમાં પાર્ટીએ કહ્યુ કે સીએમ ભગવંત માનના નેતૃત્વમાં સરકારે માત્ર ૫ મહિનામાં ભ્રષ્ટાચારના કેસમાં ૨૦૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીએ ’મિશન કરપ્શન ફ્રી પંજાબ’ નામના તેના સત્તાવાર ટિ્‌વટર અકાઉન્ટ પર ટિ્‌વટ કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં ૧૩૫ સરકારી અધિકારીઓની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યુ કે અમારી ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇનની મદદથી લોકોની ફરિયાદ પર ૪૦ એફ.આઈ.આર નોંધવામાં આવી હતી અને ભ્રષ્ટાચારીઓને પકડવામાં આવ્યા હતા. પાર્ટીએ કહ્યુ કે અમારી સરકારમાં કોઈપણ ભ્રષ્ટાચારીઓને બક્ષવામાં આવશે નહિ. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન દિલ્લીની મુલાકાત દરમિયાન આપ વડા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાન ગયા. આ પ્રસંગે સી.એમ. માનની સાથે અન્ય બે કેબિનેટ મંત્રીઓ પણ હતા. કહેવામાં આવી રહ્યુ છે કે સી.એમ. માન શિક્ષણમંત્રી અને આરોગ્ય મંત્રી સાથે અરવિંદ કેજરીવાલને મળવા દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેજરીવાલના નિવાસસ્થાને ખાસ બેઠક કરી હતી. આ દરમિયાન રાજ્યની સ્થિતિ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

કેરળ નન રેપ કેસના આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલને જામીન

aapnugujarat

जेटली की हालत नाजुक, ECMO पर रखा गया

aapnugujarat

અમિત શાહ, ધંક્ય, જયપુર (રાજસ્થાન) દિનદયાળ સ્મારક પ્રકાશિત કરે છે…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1