Aapnu Gujarat
બિઝનેસ

કન્હૈયાલાલની હત્યા પછી પ્રવાસન ઉદ્યોગને ફટકો

વેનિસ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા રાજસ્થાનના લોકપ્રિય શહેર ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાને કારણે દેશભરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની માઠી અસર ઉદયપુરના ટૂરિઝમ સેક્ટર પર પણ પડી છે. આ ઘટનાને કારણે ઉદયપુર ફરવા માટે આવનારા અડધાથી વધારે પર્યટકોએ આગામી બે મહિનાઓમાં કરાવેલા એડવાન્સ બુકિંગ કેન્સલ કર્યા છે. ઉદયપુર શહેરમાં મોટાભાગના લોકો માટે ટૂરિઝમ ગુજરાન ચલાવવાનો મુખ્ય સ્ત્રોત છે અને તેની સાથે જોડાયેલા લોકોને ભય છે કે આ ઘટનાને કારણે આ શહેરની ઈમેજને મોટા પાયે નુકસાન પહોંચી શકે છે. સપ્ટમેબરમાં ટૂરિસ્ટ સિઝન શરુ થવાની છે ત્યારે તેઓ આ નેગેટિવ ઈમેજને કારણે ચિંતામાં મૂકાયા છે.
ઉદયપુરના હોટલ અસોસિએશનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને કારોહી હવેલી હોટલના માલિક સુદર્શન દેવ સિંહ જણાવે છે કે, આ ઘટના પછી લોકોએ એડવાન્સ બુકિંગ કેન્સલ કરવાની શરુઆત કરી દીધી છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસાની ઋતુ હોવાને કારણે વીકેન્ડ માટે મારી પાસે સારા પ્રમાણમાં ટૂરિસ્ટ આવવાના હતા, પરંતુ આ ઘટના પછી આવનારા બે મહિના માટે પચાસ ટકાથી વધારે બુકિંગ કેન્સલ થઈ ગયા છે. કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગ પહેલાથી પ્રભાવિત હતો અને આ વર્ષે વધારે સારા વેપારની આશા હતી. પરંતુ આ ઘટના પછી ઉદયપરની ઈમેજ પ્રભાવિત થઈ છે.
જયપુરમાં રાજસ્થાન અસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સના સચિવ સંજય કૌશક જણાવે છે કે, ઉદયપુર એક શાંતિપૂર્ણ શહેર રહ્યું છે અને અહીં આ પ્રકારની ઘટના આજ સુધી નથી બની.
આ માત્ર ઉદયપુર જ નહીં, સમગ્ર રાજસ્થાન માટે ફટકો છે. અહીં પર્યટન એક મુખ્ય ઉદ્યોગ છે. ઉદયપુર આવનારા પર્યટકો આ ઘટનાને કારણે બુકિંગ કેન્સલ કરી રહ્યા છે. ઉદયપુરમાં આકર્ષણના સ્થળો હોવાની સાથે સાથે અહીંનું શાંતિપૂર્વકનું વાતાવરણ લોકોને આકર્ષિત કરે છે. પરંતુ આ ઘટનાને કારણે નકારાત્મક પ્રભાવ પડ્યો છે.

Related posts

ઈપીએફઓ પીએફ યોગદાનને ઘટાડીને ૧૦ ટકા કરી શકે

aapnugujarat

મોદીની ઇઝરાયલની મુલાકાત બાદ ટુરિઝમમાં ઉછાળો

aapnugujarat

Gold price rises to 40,120 rupees per 10 grams

aapnugujarat

Leave a Comment

UA-96247877-1