ટ્રસ્ટી ઓફ રિટાયર્ડમેન્ડ ફંડ બોડી (ઈપીએફઓ) દ્વારા આજે કર્મચારીઓ અને વર્કરો માટે સામાજિક સુરક્ષા સ્કીમમાં યોગદાનને ઘટાડવામાં આવે તેવી શક્યતા છે. ઈપીએફઓ પીએફ યોગદાનને ઘટાડીને ૧૦ ટકા સુધી કરી શકે છે. આ સંદર્ભમાં દરખાસ્તને મંજુરી આપી શકે છે. હાલમાં કર્મચારીઓ અને માલિકો એમ્પલોઈઝ પ્રોવિડંન્ટ ફંડ સ્કીમ (ઈપીએફ), એમ્પલોઈઝ પેન્શન સ્કીમ (ઈપીએસ) અને એમ્પલોઈઝ ડિપોઝીટ લીન્ક્ડ ડિપોઝીટ સ્કીમમાં મૂળભૂત પગારના ૧૨ ટકાનું યોગદાન આપે છે. સત્તાવાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે કર્મચારીઓ અને માલિકો દ્વારા યોગદાનને ઘટાડીને મૂળ પગારના ૧૦ ટકા સુધી કરવાની દરખાસ્તને આવતીકાલે મંજુરી આપવામાં આવી શકે છે. પુણેમાં આવતીકાલે એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ની મહત્વપૂર્ણ બેઠક મળનાર છે. જેમાં એજન્ડા ઉપર પીએફ યોગદાનને ઘટાડવાની બાબત રહેશે. સૂત્રોએ કહ્યું છે કે શ્રમ મંત્રાલયને કેટલીક બાબતો ઉપર જરૂરી માહિતી મળી છે. ટ્રેડ યુનિયનો દ્વારા આ દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આનાથી સામાજિક સુરક્ષાની યોજનાઓને નુકસાન થશે. ઈપીએફઓ ટ્રાસ્ટી અને ભારતીય મજદુર સંઘના નેતા પીજે બાણાસુરે કહ્યું છે કે અમે આ દરખાસ્તનો વિરોધ કરીશું કારણ કે આ યોજના વર્કરોના હિતમાં નથી. બીજા ટ્રસ્ટી અને ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના સેક્રેટરી ડીએલ સચદેવનું કહેવું છે કે યોગદાનમાં ઘટાડાથી ચાર ટકા સુધી વર્કરો માટેના લાભ ઘટી જશે. હાલમાં એમ્પલોયર્સ અને એમ્બલોઈ મૂળ પગારના ૨૪ ટકા આપે છે. જેને ઘટાડીને ૨૦ ટકા કરાશે. હાલમાં તેમના પીએફ ખાતામાં ૧૨ ટકા યોગદાન આપે છે. આ ઉપરાંત ૩.૬૭ ટકા ઈપીએફ ખાતામાં એમ્પલોયર યોગદાન આપે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ