Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ભાઈને બચાવવા જતાં બહેને જીવ ગુમાવ્યો

અમદાવાદમાં માધુપુરામાં પૈસાની લેતી દેતીમાં ભાઈને બચાવવા વચ્ચે આવેલી બહેનને છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. પોલીસે બનેવી અને બે સાળાની ધરપકડ કરી છે. પૈસાની ઉઘરાણીમાં આ ખુની ખેલ ખેલાયો છે. શહેર ના માધવપુરા વિસ્તારમાં યુવતી ની હત્યા નો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ ગુનામાં આરોપી બનેવીઅબાસ અલારખા ભટ્ટી અને બે સાળા આરીફ મોવર તથા અકરમ મોવરની ધરપકડ કરી છે. જેમણે પૈસાની ઉઘરાણીમાં એક નિર્દોષ યુવતીની હત્યા કરી દીધી. ઘટના એવી છે કે મૃતકના ભાઈ શાહરુખ મોવર પાસેથી આરોપીઓ રૂપિયા ૨ લાખ માંગતા હતા. શાહરુખ એ ૧.૪૦ લાખ ચૂકવી દીધા હતા. જ્યારે ૬૦ હજાર ચૂકવવાના બાકી હતા. જેની અદાવત રાખીને આરોપીએ શાહરુખ ને મારવાનું ષડયંત્ર રચીને માધુપુરા વિસ્તારમાં આવેલ ઘરમાં જઈ હુમલો કરવા પહોંચ્યા. ભાઈ પર છરીથી હુમલો થતા જોઈને બહેન રહેના બચવા પડતા આરોપીએ યુવતીને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. આ ઘટનાને લઈને માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી સાળા – બનેવીની ધરપકડ કરી છે. શાહરુખ એ પાંચ-છ મહિના પહેલા ત્રણેય આરોપીઓ પાસે ઉછીના પૈસા લીધા હતા. જેમાંથી આરોપી અબ્બાસ ભટ્ટી પાસેથી એક લાખ રૂપિયા અને બન્ને સાળા પાસેથી એક લાખ સહિત ૨ લાખ લીધા હતા..જેમાં શાહરૂખે અબાસને ૧ લાખ આપી દીધા અને સાળા અકરમના ૪૦ આપી દીધા. જ્યારે આરીફના ૬૦ હજાર બાકી હોવાથી તેની ઉઘરાણી કરવા જીવલેણ હુમલો કરતા યુવતીનું મોત નીપજ્યું. નોંધનીય છે કે મૃતક બહેન રહેના પરણિત છે અને પરંતુ માતા-પિતાના ઘરે રોકાવા માટે આવી હતી અને ભાઈના ઝઘડામાં વચ્ચે આવતા આરોપીઓ બહેન છરી મારતા મૃત્યુ નીપજ્યું. જો કે ફરિયાદી શાહરુખ છૂટક મજૂરી કરે છે. માધુપુરા પોલીસે સાળા અને બનેવી સહિત ૩ આરોપીની ધરપકડ કરી છે.. જ્યારે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

અભિનવ આટ્‌ર્સ કોચિંગ દ્વારા ‘રંગ રંગીલી કુદરત’ કેનવાસ પેઈન્ટિંગનું એક્ઝિબિશન શરૂ

aapnugujarat

સૂરતમાં જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ

aapnugujarat

गोधावी नहर में सरखेज के ३ युवक डूबे : एक की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1