Aapnu Gujarat
રાષ્ટ્રીય

એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૯૮ રૂપિયા ઘટાડો કરાયો

એલપીજી સિલેન્ડર આજથી ૧૯૮ રૂપિયા સસ્તુ થઈ ગયો છે. પરંતુ ભાવમાં ઘટાડો માત્ર કમર્શિયલ સિલિન્ડર પર જ કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. મધ્ય રાત્રિએ આજના નવા ભાવ જાહેર થઈ ગયા છે. ચાર મહાનગરમાં એલપીજીના કમર્શિયલ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો ઈન્ડેન કંપનીનુ સિલિન્ડર આજથી દિલ્હીમાં ૧૯૮ રૂપિયા સસ્તુ થઈ ગયુ છે. કોલકાત્તામાં ૧૮૨ રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં ૧૯૦.૫૨ રૂપિયા, જ્યારે કે ચેન્નાઈમાં તેમાં ૧૮૭ રૂપિયાનો ઘટાડો થયો છે. પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને નવો ભાવ જાહેર કર્યો છે. જ્યારે કે ઘરેલ એલપીજી સિલિન્ડરમાં હાલ ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. તેઓને પહેલાની જ જેમ જ રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, ૧૪.૨ કિલોવાળા ઘરેલુ સિલેન્ડર ન તો સસ્તો થયો છે, ન તો મોંઘો થયો છે. આજે પણ પણ ૧૯ મેના જૂના ભાવ પર જ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂનમાં ઈન્ડેનનો કમર્શિયલ સિલિન્ડર ૧૩૫ રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે કે મે મહિનામાં ગેસના બોટલના ભાવ વધતા ગ્રાહકોને બે વાર ઝટકો લાગ્યો હતો. ગેસનો બોટલનો ભાવ મહિનામાં પહેલીવાર ૭ મેના રોજ ૫૦ રૂપિયા વધારવામાં આવ્યો હતો અને ૧૯ મેના રોજ ગેસનો બોટલના ભાવમાં વધારો થયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં ગત એક વર્ષથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૩૪.૫૦ રૂપિયાથી વધીને ૧૦૦૩ રૂપિયા પહોંચી ગયો છે. ૧૯ મે, ૨૦૨૨ ના રોજ અંતે ૧૪.૨ કિલો ઘરેલુ એલપીજી સિલિન્ટરનો રેટ ૪ રૂપિયા વધારવામાં આવ્યો હતો. આ પહેલા ૭ મેના રોજ ભાવ ૯૯૯.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. ૨૨ માર્ચ, ૨૦૨૨ ના રોજ ૯૪૯.૫૦ રૂપિયાની સરખામણીમાં ૭ મેના રોજ એલપીજી સિલિન્ડર ૫૦ રૂપિયા મોંઘો થયો હતો.

Related posts

ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા મોદી દ્વારા તૈયારી શરૂ

aapnugujarat

ગાઝીયાબાદમાં ઓલા કેબના ડ્રાઈવરે એકલી મહિલાને જોઈ પેન્ટની ઝીપ ખોલી, ફરિયાદ બાદ ધરપકડ

aapnugujarat

પાકિસ્તાન તાત્કાલિક પીઓકે ખાલી કરે : ભારત

editor

Leave a Comment

UA-96247877-1